જુનાગઢ માંગરોળ તેમજ માળીયા હાટીના પંથકમાં ફરીઆજેપણ તોફાની પવનસાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં માંગરોળ પંથકમાં બે કલાક દોઢ ઈંચ જયારે માળીયા હાટીનામાં સવારે છ વાગ્યાથી અત્યાર સુધીમાં 66 મીમી એટલે કે પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને માંગરોળ તેમજ માળીયા હાટીના પંથક જળ બંબાકારની સ્થીતિ જોવા મળી રહી છે.
જ્યારે માંગરોળમાંપણ સતત ત્રણ દિવસથી બાર ઇંચ જેટલો વરસાદ વરસતાં ખેડુતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે અને મગફળીનો પાક ડુબમાં ગયો છે જેથી પાકને પણ નુકશાન થવાની ભીતી છે. જ્યારે વાહનો ચલાવવામાં પણ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.જુનાગઢ માંગરોળ તેમજ માળીયા હાટીના પંથકમાં ફરીઆજેપણ તોફાની પવનસાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
ગુજરાત ભરમાં તમામ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. તો હજુ પણ રાજ્યમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે.