Jr NTR Net Worth: સાઉથના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ RRRના સ્ટાર નંદામુરી તારક રામા રાવ જૂનિયર (જુનિયર એનટીઆર) ખૂબ જ વૈભવી જીવન જીવે છે. આ વર્ષે તેમની ફિલ્મ RRRએ બોક્સ ઓફિસ પર હજારો કરોડની કમાણી કરી અને સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જુનિયર એનટીઆર 25 વર્ષથી એક્ટિંગમાં તહેલકો મચાવી રહ્યા છે. જૂનિયર એનટીઆરને પ્રેમથી લોકો તારકા કહીને બોલાવે છે. તેઓએ રામાયણમ ફિલ્મથી કરિયરની શરુઆત કરી હતી, જેને બાલા રામાયણમ તરીકે ઓળખવામાં આવે છે. આજે તેઓ અરબોની સંપત્તિની સાથે ફિલ્મ જગતમાં સૌથી વધુ કમાણી કરનારા એક્ટરમાંથી એક છે. તેમને ખૂબ જ વૈભવી જીવન જીવવાનો શોખ છે. તેમનો બંગલો આલીશાન છે અને તેમની પાસે મોંઘી કાર અને પ્રાઈવેટ જેટનું કલેક્શન છે.
હૈદરાબાદમાં કરોડોનો બંગલો
જૂનિયર એનટીઆર પાસે હૈદરાબાદના સૌથી પોશ વિસ્તારો પૈકીના એક જ્યુબિલી હિલ્સમાં હરિયાળીથી ઘેરાયેલો વિશાળ અને વૈભવી બંગલો છે. રિપોર્ટ્સ અનુસાર, આ બંગલાની કિંમત 25 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તેમની આસપાસ અભિનેતા રામ ચરણ, મહેશ બાબુ, અલ્લુ અર્જુન, અક્કીનેની નાગાર્જુન જેવા સ્ટાર્સના બંગલા છે. આલીશાન બંગલો ઉપરાંત જૂનિયર એનટીઆર હૈદરાબાદ, બેંગ્લોર અને કર્ણાટકમાં અન્ય ઘણી મિલકતોના માલિક છે.
મોંઘી કારો ઉપરાંત પ્રાઈવેટ જેટના માલિક
જૂનિયર એનટીઆર હવાઈ મુસાફરી કરવાનું પસંદ કરે છે. રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે 80 કરોડ રૂપિયાનું પ્રાઈવેટ જેટ છે. તેમનું ચાર્ટર શમશાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત છે. જો આપણે લક્ઝરી કાર વિશે વાત કરીએ તો જૂનિયર NTR ભારતની પ્રથમ લેમ્બોર્ગિની યુરસ કેપ્સ્યુલ ગ્રેફાઇટ એડિશન ખરીદનાર વ્યક્તિ છે, જેની કિંમત 3 કરોડ રુપિયા છે. જૂનિયર એનટીઆર લેન્ડ રોવર રેન્જ રોવર વોગના પણ માલિક છે, જેની કિંમત રૂ. 2.31 કરોડથી રૂ. 3.41 કરોડ સુધી છે. આ સિવાય તેમની પાસે બીજી પણ ઘણી મોંઘી કાર છે.
એક ફિલ્મ માટે લે છે આટલી ફી
જૂનિયર એનટીઆર ફિલ્મો માટે તગડી રકમ લે છે. અભિનેતાએ તેમની તાજેતરની ફિલ્મ RRRમાં લગભગ 45 કરોડ રૂપિયા લીધા હતા. આ એસએસ રાજામૌલીની ફિલ્મમાં તેમણે ગોંડ જાતિના એક ક્રાંતિકારી નેતા કોમારામ ભીમની ભૂમિકા ભજવી હતી, જે હૈદરાબાદના સામંતવાદી નિઝામ અને બ્રિટિશ રાજ સામે બળવો કરવા માટે જાણીતા છે. આ ફિલ્મે કમાણીના મામલે ઈતિહાસ રચ્યો છે. અભિનયમાંથી મોટી કમાણી કરવા ઉપરાંત જૂનિયર એનટીઆરનું એક પ્રોડક્શન હાઉસ એનટીઆર આર્ટસ છે. અભિનેતા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ મોટી કમાણી કરે છે. તેમના બ્રાન્ડ પોર્ટફોલિયોમાં ફિલ્મો, રિયલ એસ્ટેટ, પ્રોડક્શન હાઉસ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને ઘણું બધું ફેલાયેલું છે, જુનિયર એનટીઆરની નેટવર્થ $60 મિલિયન (આશરે રૂ. 450 કરોડ) છે.