હાલના સમયે ચીનની ઓળખ એક વિસ્તારવાદી દેશના રૂપે બનેલી છે. ચીન પોતાની સરહદથી નજીકના દેશો સાથે આડોડાઈ કરવા પર હંમેશા તૈયાર હોય છે. સાથે તે બીજાની જમીન પર પણ હક જમાવે છે. જેનું સૌથી મોટું ઉદાહરણ લદ્દાખમાં થયેલી ભારત-ચીનની અથડામણ છે.
જાપાન અને ચીનની વચ્ચે પણ દ્વીપોને લઈ હંમેશા વિવાદ રહે છે. જાપાન વર્ષ 2024 પહેલા પૂર્વી ચીન સાગરના જાપાની વિસ્તારમાં ચીનને હેરાન કરનારા અને ચીન સાથે જોડાયેલા ખતરાને પહોંચી વળવા પ્રથમ વાર F-35B લડાકૂ વિમાન તૈનાત કરવા જઈ રહ્યું છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિવાદિત હવાઈ ક્ષેત્ર ડિયાઓડ દ્વીપ સમૂહથી લગભગ 1,030 કિમી ઉત્તર-પૂર્વમાં છે. જાપાનના યોમીરી સમાચારપત્રએ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે, પ્રથમ F-35B જેટ દેશની મુખ્ય ભૂમિથી દૂર દ્વીપની રક્ષા માટે દક્ષિણી મિયાજાકી પ્રાન્તમાં એર સેલ્ફ ડિફેન્સ ફોર્સના ન્યૂટાબારૂ એર બેઝ પર તૈનાત કરવામાં આવશે.
સેનાકાકૂના નામથી પ્રચલિત આ દ્વીપ પર ચીન પોતાનો હક હોવાનો દાવો કરી રહ્યું છે જ્યારે તેના પર જાપાનનો હક છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં દ્વીપને જાપાને પોતાના કબ્જામાં લઈ લીધો હતો.
જૂલિયન રયાલ અને ક્યોડોને એસસીએમપીના એક લેખમાં જણાવવામાં આવ્યું છે કે, હાલના વર્ષોમાં ચીની કોસ્ટગાર્ડે સેનાકાકૂ દ્વીપસમૂહ આસપાસ પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. જેના કારણે દેશ સતર્ક થયો છે.
એસસીએમપીમાં જણાવવામાં આવ્યું છે કે, જાપાનને પ્રથમ F-35Bના 18 લડાકૂ વિમાન મળશે. જેની પ્રત્યેકની કિંમત 117 મિલિયન અમેરિકી ડોલર છે. જાપાનની કુલ 42 જેટ ખરીદવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં બનેલા F-35B લડાકૂ વિમાન વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ ટેક્નોલોજીથી સજ્જ છે.