સંઘાણી શ્રી દિલીપ નાનુભાઈ

સંઘાણી શ્રી દિલીપ નાનુભાઈ

ભારતીય જનતા પક્ષ – મતદાર વિભાગ, અમરેલી, તા. જિ. અમરેલી

જન્મ તારીખ – 12-03-1954 

સ્થળ     -    મુ. માળીલા, તા.જિ. અમરેલી

શિક્ષણ     -    બી.એ., બી.કોમ., એલ.એલ.બી.

સંસદીય કારકિર્દી -    સાતમી, આઠમી અને બારમી ગુજરાત વિધાનસભાના સભ્ય, વર્ષ-1991માં લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાત4 ગુજરાત વિધાનસભામાં  સભ્યપદેથી રાજીનામું આપ્યું, સભ્ય, (1) દસમી લોકસભા, વર્ષ 1991-96, (2) અગિયારમી લોકસભા, વર્ષ 1996-98 અને (3) બારમી લોકસભા, વર્ષ 1998-99 અને (4) તેરમી લોકસભા, વર્ષ 1999-2004. રાજ્યકક્ષાના મંત્રીશ્રી, મત્સ્યદ્યોગ, જેલ, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર, વર્ષ 1990. જાન્યુઆરી-2008માં ગુજરાત સરકારમાં કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યદ્યોગ અને ગૌસંવર્ધન વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રી.

પ્રવૃત્તિઓ    -    સભ્ય જિલ્લા પંચાયત, અમરેલી, વર્ષ-1982-85. પ્રમુખ, નગરપાલિકા, અમરેલી, વર્ષ 1987-88. ચેરમેન, (1) અપના બજાર, અમરેલી, વર્ષ 1991. (2) અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, વર્ષ-2000, (3) અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ, વર્ષ-2002 અને (4) એમ.પી.પટેલ કન્યા વિદ્યાલય, અમરેલી. ટ્રસ્ટી, પટેલ વિદ્યાર્થી આશ્રમ અમરેલી.

સરનામું     -    બંગલો નં.-7, મંત્રીશ્રીઓના નિવાસસ્થાન, સેક્ટર-20, ગાંધીનગર.
 

Top