અમિત ચાવડાઃ દાદાનો સાદગી અને પ્રમાણિકતાનો વારસો જાળવ્યો

અમિત ચાવડાઃ દાદાનો સાદગી અને પ્રમાણિકતાનો વારસો જાળવ્યો

કોંગ્રેસમાં યુવાનોને જલદી તક નથી મળતી તેવી વરસો લગી માન્યતા હતી. રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા અને આ માન્યતા તૂટવાની શરૂઆત થઈ. ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ અને ગુજરાતમાં કોંગ્રેસને અમિત ચાવડાના રૂપમાં એકદમ યુવા પ્રદેશ પ્રમુખ મળ્યા. 

માત્ર 41 વર્ષના અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવાયા ત્યારે ઘણાંને આશ્ચર્ય થયેલું. જો કે અમિત ચાવડાએ બહુ ટૂંકા ગાળામાં જ પોતાની કાબેલિયત સાબિત કરી દીધી છે. તેનું કારણ એ છે કે, ચાવડાને રાજકારણ ગળથૂથીમાં મળ્યું છે.

અમિત ચાવડા ચરોતર જિલ્લાના ક્રાંતિકારી નેતા ઈશ્વર ચાવડાના પૌત્ર છે. ઈશ્વરભાઈ ગાંધી વિચારદારાના ચુસ્ત સમર્થક હતા તેથી અમિત ચાવડા પણ નાનપણથી ગાંધી વિચારધારાના હિમાયતી છે.  ઈશ્વરભાઈ ખોડાભાઈ બોમ્બેપ્રાંતમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 

ગાંધી વિચારધારામાં માની લોકોના હકની અને અસત્ય સામેની લડાઈલડતા ચાવડાએ ચરોતરમાં ક્ષત્રિય સમાજમાં વ્યાપેલી બદીઓ દૂર કરવામાં બહુ મોટું યોગદાન આપ્યું હતું. દારૂ અને ચોરીના રવાડે ચડેલા યુવકોને ખેતી કરીને ગૌરવપૂર્ણ જીવન જીવતું કરવા માટે ચાવડાએ પોતાની જીંદગી ખર્ચી હતી. ચાવડા આણંદ લોકસભા બેઠક પરથી પાંચ વાર સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા.

અમિત ચાવડાના માતા અને પિતા સ્કૂલમાં શિક્ષક હતાં. તેના કારણે અમિત ચાવડા સાદગીભર્યું જીવન જીવવાનુંશીખ્યા. અમિત 4 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું એક રોડ અકસ્માતમાં નિધન થયું. તેમનાં માતાએ સંઘર્ષકરીને અમિત અને તેમનાં બેનનો ઉછેર કર્યો હતો. અમિત ચાવડાએ નડિયાદની ડીડીઆઈટીથી કેમિકલએન્જિનિયરીંગમાં ડિપ્લોમાં કર્યું છે.

ડિપ્લોમા કર્યા પછી ચાવડા વડોદરામાં પોતાનું નાનકડું ઈન્ડસ્ટ્રીયલ એકમ ચલાવતા હતા ત્યાં તેમનાં  માતાનેકેન્સર થયું . આ ઓછું હોય તેમ દાદાને અકસ્માતમાં જમણા હાથમાં ઈજા થઈ. તેમન એક હાથ જ કામ કરતો બંધ થઈ ગયો તેથી અમિતભાઈએ વડોદરામાં પોતાનું નાનું યુનિટ છોડી દેવું પડ્યું અને દાદાના આસિસ્ટન્ટ બનવું પડ્યું. 

દાદા જ્યાં જતા ત્યાં એ સાથે રહેતા. દાદા સાથે રહીને જાહેર જીવનમાં લોકો સાથે કેવી રીતે રહેવું એઅમિત ચાવડા  શીખ્યા. 1999માં એ  યુવા કોંગ્રેસના સભ્ય બન્યા અને  2004માં  બોરસદ વિધાનસભાબેઠકની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા. 

એ પછી 2007માં ફરી બોરસદમાંથી જીત્યા અને 2012માં નવા સીમાંકનના કારણે બોરસદ બેઠક રદ થતાં આંકલાવ બેઠક પરથી જીત્યા. આ રીતે સળંગ ત્રણ વાર જીતનારા તે કોંગ્રેસના ગણતરીના ધારાસભ્યોમાં એક છે. અમિત ચાવડા માટે પોતાના દાદા રોલ મોડલ છે. 

ફક્ત 8 ધોરણ ભણેલા ઈશ્વરભાઈ કોઈ પણ જગ્યાએ રજૂઆતકરી શકતા અને પ્રશ્નનું નિરાકરણ લાવતા. ઈશ્વરભાઈ સામે કદી ભ્રષ્ટાચારનો આક્ષેપ ના થયો ને એ નખશિખપ્રમાણિક હતા. અમિત ચાવડા પણ સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. તેમની સામે કોઈ ક્રિમિનલ કેસ નથી કે કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી. અમિત ચાવડાનાં પત્નિ પણ શિક્ષક છે. બોરસદની એક હાઈસ્કૂલમાં એ ભણાવે છે અને બહુ સાદગીથી જીવે છે.

અમિત ચાવડા હાલ 30 જેટલી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરે છે. આ પૈકી મોટા ભાગની સંસ્થાઓ તેમના દાદા દ્વારા ચાલુ કરવામાં આવી હતી. શિક્ષણનું ક્ષેત્ર અત્યંત ભ્રષ્ટ હોવા છતાં અમિત ચાવડા પર કદી કોઈ દાગ નથી લાગ્યો એ મોટી સિધ્ધી છે.

Top