જમ્મુ કાશ્મીર: પોલીસે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના એક સક્રિય આતંકવાદી અને તેના સહયોગીની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, એક ઈનપુટના આધારે ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે.
બારામુલા પોલીસે જણાવ્યું હતું કે પોલીસ, 46 આરઆર, સીઆરપીએફ અને એસએસબીની સંયુક્ત દળની ટીમે હિલટોપ ચેરાદરી બારામુલ્લા પાસે એક ચેક પોઈન્ટ (MVCP) સ્થાપિત કર્યો હતો. ચેકિંગ દરમિયાન પાર્ટીએ બે અજાણ્યા વ્યક્તિઓની હિલચાલ જોઈ જેઓ ચેરાદરી તરફ આવી રહ્યા હતા.
સુરક્ષા જવાનોને જોઈને બંનેએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બંને વ્યક્તિઓને ચતુરાઈથી પકડી લેવામાં આવ્યા હતા, જેમણે પૂછપરછ દરમિયાન પોતાની ઓળખ બારામુલાના રહેવાસી હૈદર મોહલ્લા ઉશ્કારા (આશિક હુસૈન) અને બારામુલ્લાના કંથબાગ નિવાસી (ઉઝૈર અમીન) ગની તરીકે આપી હતી.
વ્યક્તિગત શોધમાં આશિક હુસૈનના કબજામાંથી એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, 9 એમએમ પિસ્તોલના આઠ જીવંત રાઉન્ડ અને બે HE-36 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા, જ્યારે ઉઝૈર અમીન ગનીના કબજામાંથી બે UBGL ગ્રેનેડ મળી આવ્યા હતા.
પોલસે કહ્યું કે, આ આતંકવાદીઓએ બારામુલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના ઈરાદાથી આ ગેરકાયદેસર હથિયારો મેળવ્યા હતા. આર્મ્સ અને UA (P) એક્ટની કલમો હેઠળ બારામુલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. આ કેસમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે.