અમેરિકન ગુપ્તચર રિપોર્ટમાં પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવતા સાઉદી અરબ ભડક્યું છે. સાઉદી અરેબિયાના રાજદૂતે સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ગુપ્તચર રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પત્રકાર જમાલ ખાગોશીની હત્યાની પાછળ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો હાથ છે.
સાઉદી અરેબિયાના રાજદૂત અબ્દુલ્લાહ અલ-મૌલીમીએ આ રિપોર્ટનો વિરોધ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું કે, ‘વિશ્વના ગંભીર મુદ્દાઓને નિપટાવવા માટે આપણે દરેકે આગળ વધવું જોઈએ.’ તેમણે કહ્યું કે, ‘સેન્ટ્રલ ઈન્ટેલિજેન્સ એજન્સી’નો નવો રિપોર્ટ હોઈ શકે છે. હોવા જોઈએ તથા હશે પર આધારિત છે અને તે શંકા સિવાય આરોપ સાબિત કરવામાં સમર્થ નથી.’ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઇસ્તાંબુલમાં પત્રકાર જમાલ ખાશોગીને ‘પકડવા અથવા હત્યા’ના એક અભિયાનને મંજૂરી આપી હતી.
બાઈડન વહીવટી તંત્રએ જારી કરી હતી રિપોર્ટ
સાઉદી અરેબિયાના પત્રકારની નિર્મમ હત્યાથી સંબંધિત આ રિપોર્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જોકે, ગુપ્તચર અધિકારીઓએ એમ કહ્યું નહીં કે, મોહમ્મદ બિન સલમાને ઓક્ટોબર 2018માં ખાશોગીની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો. ચાર પાનાના દસ્તાવેજમાં જણાવ્યું છે કે મહોમ્મદ બિન સલમાન દેશની સુરક્ષા અને ગુપ્તચર સંગઠનો પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. શક્યતા નથી કે, સાઉદી અધિકારીઓએ આ પ્રકૃતિના અભિયાનને ક્રાઉન પ્રિન્સની પરવાનગી લીધા વિના ચલાવે.