જેક્લીન ફર્નાન્ડીઝ મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથેના તેના કથિત સંબંધોને કારણે ચર્ચામાં છે. સમાચારોનું માનીએ તો જેક્લીન અને સુકેશ એકબીજાની નજીક છે. સુકેશે જેક્લીનને ઘણી મોંઘી ભેટ પણ આપી છે. જેક્લીનના ફિલ્મી કરિયર પર નજર કરીએ તો તેણે સોલો હિટ ફિલ્મોના નામે માત્ર થોડી જ ફિલ્મો કરી છે. પરંતુ તેના અફેરની ચર્ચાઓ હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
બહેરીનના રાજકુમારને કરતી હતી ડેટ
જેક્લીનના અંગત જીવનની વાત કરીએ તો તે બહેરીનના પ્રિન્સ હસન બિન રાશિદ અલી ખલીફાને ડેટ કરતી હતી. તે હસનને એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળી હતી. પરંતુ વર્ષ 2011માં જ્યારે જેકલીનને ફિલ્મ ‘હાઉસફુલ’ મળી ત્યારે તેમના સંબંધો તૂટી ગયા.
આ પછી જેકલીનનું નામ સાજિદ ખાન સાથે જોડાયું હતું. એવા અહેવાલો હતા કે બંને ગંભીર સંબંધમાં હતા. તેઓ ઘણી ઈવેન્ટ્સમાં પણ સાથે જોવા મળ્યા હતા પરંતુ વર્ષ 2013માં સાજિદ અને જેકલીનનું બ્રેકઅપ થઈ ગયું હતું.
સલમાન ખાન સાથે પણ જોડાયું હતું નામ
જેકલીને સલમાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બંને વચ્ચે સારી મિત્રતા છે. બંને એકબીજાની કંપની એન્જોય કરે છે. લોકડાઉન દરમિયાન જેકલીન સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસ પર હતી, ત્યાર બાદ એવું કહેવામાં આવ્યું હતું કે બંને રિલેશનશિપમાં છે.
જેક્લીને ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. એક રોમેન્ટિક તસવીર વાયરલ થયા બાદ જેકલીનનું નામ સુકેશ ચંદ્રશેખર સાથે જોડવામાં આવી રહ્યું છે. હાલમાં જ સુકેશ સાથેની તેની લવબાઈટની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જે બાદ જેકલીને મીડિયા અને ફેન્સને અપીલ કરી હતી કે તે આ તસવીરને વાયરલ ન કરે.