દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આઈઆરસીટીસી ટેન્ડર કૌભાંડ કેશમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને દીકરા તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપિઓને જામીન આપી દીધા છે. તેમના વિરુદ્ધ સીબીઆઈ અને ઈડીએ આઈઆરસીટીસી સાથે જોડાયેલા મામલે કેસ નોંધાવ્યા હતા, જેમાં તેમના પર મની લૉન્ડ્રિંગનો આરોપ હતો.
આરજેડી પ્રમુખ અને તેમના પરિવારના સભ્યો ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રેમચંદ ગુપ્તા અને તેમની પત્ની સરલા ગુપ્તા, IRCTCના તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર બી કે અગ્રવાલ અને તત્કાલીન ડિરેક્ટર રાકેશ સક્સેના પણ આ મામલે આરોપી છે, તેમને પણ નિયમિત જામીન આપી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે, લાલુ પ્રસાદ યાદવ વિરુદ્દ તેઓ રેલ મંત્રી હતા તે દરમિયાન આઈઆરસીટીસીના બે હોટલોને કથિત રીતે એક પ્રાઈવેટ ફર્મને આપી દીધા હતા. જેમાં નાણકિય ગડબડીના આરોપ લગાવવામાં આવ્યા હતા.
હોટલના સબ-લીઝના બદલે પટનાના એક પ્રમુખ સ્થળની 358 ડિસમિલ જમીન ફેબ્રુઆરી 2005માં મેસર્સ ડિલાઈટ માર્કેટિંગ કંપની પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવી હતી. જેમીન તે વખતના સર્કલ દરો કરતા ઘણા ઓછા દરે કંપનીને આપવામાં આવી હતી. આ મામલે ઈડી અને સીબીઆઈએ લાલુ ફેમિલી પર શકંજો કસ્યો હતો.