जन मन INDIA
slider news રમત ગમત

IPL 2021: મરાઠી ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા રોહિત શર્મા, જુઓ ધમાકેદાર VIDEO

મુંબઈઃ આઈપીએલની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. પહેલા મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ (MI vs RCB) એક બીજાની આમને-સામને હશે. આ વચ્ચે મેચને લઈ ખેલાડીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આઈપીએલના એક્સાઈટમેન્ટમાં કોઈ ખેલાડી સોશિયલ મીડિયા પર પ્રેક્ટિસ મેચનો વીડિયો નાખી રહ્યો છે તો કોઈ ગીતનો તો કોઈ ડાન્સનો વીડિયો શેર કરી રહ્યો છે. આ વચ્ચે મુંબઈના કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં, આ વીડિયોમાં રોહિત શર્મા હિટ મૈન મરાઠી ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. રોહિતનો આ વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CNUO4FLD_lU/?utm_source=ig_web_copy_link

તેમના ફોલોઅર્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ પોતાનું રિએક્શન આપ્યું છે જ્યારે લગભગ સાડા ચાર હજાર લોકોએ કોમેન્ટ કરી છે.

રોહિત શર્મા આઈપીએલથી સૌથી સફળ કેપ્ટન રહ્યા છે. તેમની કેપ્ટનશીપમાં મુંબઈએ 5 વખત આઈપીએલનું ટાયટલ પોતાના નામે કરવામાં સફલતા મેળવી છે. તમને જણાવી દઈએ કે આ વખતે આઈપીએલમાં કુલ 56 લીગ મેચ રમાશે. તેમામ મેચ ચેન્નઈ, કોલકાતા, બેંગલોર, મુંબઈ અને અમદાવાદમાં આયોજિત થશે.

Related posts

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

Leave a Comment