ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન શરૂ થવાને 2 દિવસ જ બાકી છે. આ આઈપીએલ-2021 દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત માટે મહત્વપૂર્ણ છે. આ વખતે તેમને ટીમની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
ગયા વર્ષે તેમણે દિલ્હી કેપિટલ્સને ફાઇનલ સુધી પહોંચાડી હતી. આ વખતે શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત હોવાને કારણે પંતને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. શ્રેયસ અય્યરને ખભામાં થયેલી ઇજાના કારણે તેઓ આખી આઇપીએલમાંથી બહાર થઈ ગયા છે.
ઋષભ પંત આઈપીએલમાં છેલ્લા પાંચ વર્ષથી સતત દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યા છે. ગયા વર્ષે ફાઈનલ સુધી પહોંચેલી દિલ્હી કેપિટલ્સનો મુકાબલો મુંબઇ ઇન્ડિયન્સ સાથે થયો હતો, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
તાજેતરમાં જ ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે રમાયેલી ક્રિકેટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમના પ્રદર્શનને કારણે ભારતે ટેસ્ટ શ્રેણીમાં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી.
આ વખતે આઈપીએલમાં જ્યારે તેઓ મેદાનમાં ઉતરશે તો મેચ વિજેતા તરીકે પંત દિલ્હી કેપિટલ્સને પ્રથમ ટાઇટલ અપાવવા માટે સખત પ્રયાસ કરશે. આ સિવાય ઋષભ પંત આઈપીએલ 2021માં ઘણા રેકોર્ડ સ્થાપિત કરી શકે છે.
પંત ઓવર ઓળ ટી-20 ક્રિકેટમાં 300 ચોગ્ગા પૂરા કરવાથી માત્ર 25 ચોગ્ગાથી દૂર છે. એવી અપેક્ષા છે કે, આ સત્રમાં તેઓ આ રેકોર્ડને પૂર્ણ કરી લશે. આ સિવાય આઈપીએલમાં 200 ચોક્કા પૂરા કરવામાં પંતને 17 ચોગ્ગાની જરૂર છે.