जन मन INDIA
slider news રમત ગમત

IPL 2021: RCB વિરુદ્ધ સ્ટાર પ્લેયર વગર જ મેદાન પર ઉતરશે MI, રોહિતનો સાથ આપશે આ ખેલાડી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો 14મી સીઝનની પ્રથમ મેચમાં વિરાટ કોહલીની આગેવાનીમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલોરને ટક્કર મારશે.

પરંતુ આઈપીએલ 2021 ​​ઓપનર પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડી ડી કૉકને પ્રથમ મેચમાંથી બહાર બેસવું પડશે.

કોરોના વાયરસના કડક પ્રોટોકૉલને કારણે, ડી કૉક આરસીબી સામે રમવામાં આવનારી મેચનો ભાગ બની શકે છે. ડી કૉક 7 એપ્રિલે ભારત પહોંચ્યા છે. બીસીસીઆઈએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, વિદેશમાંથી આવતા ખેલાડીઓને ભારત પહોંચ્યા બાદ 7 દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવું પડશે.

પાકિસ્તાન સામેની વનડે સિરીઝ રમ્યા બાદ ડી કૉક ભારત પહોંચ્યા છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ આઈપીએલ રમતા ખેલાડીઓને બીજી વનડે પછી ભારત આવવાની મંજૂરી આપી હતી. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાની નજર આ વર્ષના ટી-20 વર્લ્ડ કપ પર છે, તેથી આઈપીએલ રમતા તમામ ખેલાડીઓને ટી-20 સીરીઝ પહેલા ભારત મોકલવામાં આવ્યા છે.

પાછલી સીઝનમાં બનાવ્યા હતા 500થી વધારે રન

મુંબઇ ઇન્ડિયન્સને પ્રથમ મેચમાં ડી કૉકના ન રમવાના કારણે રોહિત શર્મા માટે નવો સાથી શોધવો પડી શકે છે. ક્રિસ લિન ગત મહિને 14મી સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જોડાયા હતા. સંભવ છે કે આરસીબી સામેની મેચમાં ક્રિસ લિન રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી સંભાળશે.

ગયા વર્ષે ડી કૉક મુંબઈ ઈન્ડિયન્સના સૌથી સફળ બેટ્સમેન હતા. ડી કૉકે 16 મુકાબલા રમતા 503 રન બનાવ્યા હતા. સંભવ છે કે ડી કૉક 17 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઇ ઈન્ડિયની પ્લેઈંગ 11નો ભાગ બનશે.

Related posts

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

Leave a Comment