એપલની ઇવેન્ટમાં નવા આઇફોન સિવાય અન્ય પ્રોડક્ટ્સ પણ લૉન્ચ કરવામાં આવી છે. આ ઇવેન્ટમાં iPhone 13 અને iPhone 13 miniને લૉન્ચ કરવામાં આવ્યા છે. આ આઇફોનને ઘણા નવા ફીચર્સ સાથે રજૂ કરવામાં આવ્યા છે.
iPhone 13માં આ વખતે એક નવો કલર ઓપ્શન પિંક પણ આપવામાં આવ્યો છે. આ વખતે નોચમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફેસ આઈડી સેન્સર ઓછી સ્પેસમાં પેક કરવામાં આવ્યું છે.
iPhone 13માં 1200 nits સુધીની બ્રાઇટનેસ XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આનાથી યુઝર્સને બ્રાઇટર અને જોરદાર અનુભવ મળશે. iPhone 13ની ડિસ્પ્લે સાઇઝ 6.1-ઇંચ છે, જ્યારે iPhone 13 મિનીની ડિસ્પ્લે સાઇઝ 5.4-ઇંચ છે.
Apple iPhone 13માં A15 Bionic ચિપસેટ આપવામાં આવ્યું છે. તેમાં 6-કોર-સીપીયુ-2 કોર હાઇપરફોર્મન્સ કોર અને 4-એફઇશિએન્સી કોર આપવામાં આવ્યા છે. તેમાં 4-કોર જીપીયુ પણ આપવામાં આવ્યું છે. મશીન લર્નિંગ ટાસ્ક માટે તેમાં 16-કોર Neural એન્જિન આપવામાં આવ્યું છે.
Apple iPhone 13ના કેમેરાને ઇમ્પ્રૂવ કરી રહ્યું છે. તેમાં લો-લાઇટ પરફોર્મન્સ iPhone 13 અને iPhone 13 miniમાં આપવામાં આવ્યું છે. તેમાં નવો સિનેમેટિક મોડ આપવામાં આવ્યો છે.
iPhone 13માં પોર્ટ્રેટ સિનેમેટિક વીડિયો ફીચર આપવામાં આવ્યું છે, જે એક ઈલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન (EIS) સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેને ‘Warp’ કહેવાય છે. જેમાં યુઝર્સ વીડિયો રેકોર્ડ કરતી વખતે બેકગ્રાઉન્ડ બ્લર કરી શકશે.
એપલે કહ્યું કે, યુઝર્સ આનાથી સિનિમેટિક ફીલવાળો વીડિયો બનાવી શકશે. આ Dolby Vision HDRમાં શૂટ કરે છે. તેને સ્પેશિયલ કસ્ટમ સેન્સરથી ઇનેબલ કરવામાં આવે છે.
બંને નવા iPhones 5G ફોન છે. iPhone 13 miniની કિંમત 699 ડોલરથી શરૂ થશે, જ્યારે iPhone 13ની કિંમત 799 ડોલરથી શરૂ થશે. એપલે iPhone 13માં સારી બેટરી લાઇફ આપવાનો વાયદો કર્યો છે. ભારતમાં iPhone 13 miniની કિંમત 69,900 રૂપિયાથી શરૂ થશે, જ્યારે iPhone 13ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થશે.
આ ઇવેન્ટમાં iPhone 13 Pro સીરિઝ પણ લૉન્ચ કરવામાં આવી છે. આ સીરિઝમાં 120 Hz ProMotion રિફ્રેશ રેટ ડિસ્પ્લે આપવામાં આવી છે. આઇફોન 13 પ્રોમાં 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. આ સિવાય તેમાં અલ્ટ્રા વાઇડ કેમેરા અને વાઇડ એંગલ કેમેરા પણ આપવામાં આવ્યા છે.
ભારતમાં iPhone 13 Proની કિંમત 119,900 રૂપિયાથી શરૂ થશે, જ્યારે iPhone 13 Pro Max ની કિંમત 129,900 રૂપિયાથી શરૂ થશે.