Tips To Improve Internet Speed in Smartphone: સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ઓનલાઈન ક્લાસ હોય, નેટ સર્ફિંગ હોય કે એપનો ઉપયોગ, દરેક કામમાં ફોન સૌથી મહત્વનો છે. ઈન્ટરનેટ એ સ્માર્ટફોનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. લોકો ઘણીવાર સ્માર્ટફોનની સ્પીડને લઈને ચિંતિત રહે છે. જેના કારણે તેમને રોજબરોજના કામકાજમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમારી ઇન્ટરનેટ સ્પીડને ઝડપી બનાવી શકો છો અને ફોન પર શાનદાર ઇન્ટરનેટ સ્પીડનો આનંદ માણી શકો છો.
ફોન સેટિંગ્સ
Cache ફુલ થયા બાદ એન્ડ્રોઈડ ફોન સ્લો થઈ જાય છે, જેનાથી ઈન્ટરનેટની સ્પીડને અસર થાય છે. તેથી સમય સમય પર Cache ક્લિયર કરો. તેનાથી તમારા મોબાઈલની ઈન્ટરનેટ સ્પીડ વધી જશે.
ફોનના સેટિંગમાં જાઓ અને નેટવર્ક સેટિંગ વિકલ્પમાં પસંદગીના નેટવર્ક પ્રકારમાં 4G અથવા LTE છે કે નહીં તે જુઓ. જો નહીં, તો ત્યાં ઉપલબ્ધ વિકલ્પ પસંદ કરો.
ફોન રીસ્ટાર્ટ કરો
ફોનને રીસ્ટાર્ટ કરો. જ્યારે ફોન રીસ્ટાર્ટ થાય છે, ત્યારે તે મોબાઈલ નેટવર્કને ફરીથી સર્ચ કરે છે, જેનાથી ડેટા સ્પીડ વધે છે અથવા તમે એકવાર ડેટાને બંધ કરીને ફરીથી ઓન કરી શકો છો.
ડિસેબલ કરો
ઘણી વખત યુઝર્સ આકસ્મિક રીતે સ્માર્ટફોનમાં ઓટો ડાઉનલોડ ફીચરને ઈનેબલ કરે છે, જેના કારણે એપ્સ બેકગ્રાઉન્ડમાં અપડેટ થતી રહે છે અને પ્રાપ્ત ડેટા પણ ઝડપથી સમાપ્ત થઈ જાય છે. આ સિવાય સ્લો ઈન્ટરનેટની સમસ્યાનો પણ સામનો કરીવો પડે છે. ઑટો ડાઉનલોડ ચેક કરવા માટે, Google Play Store પર જાઓ. જો ઓટો અપડેટ સુવિધા ઈનેબલ હોય, તો તેને ડિસેબલ કરો અને એપ્લિકેશન અને સોફ્ટવેર અપડેટ્સ માટે WiFiનો ઉપયોગ કરો.
એરોપ્લેન મોડ ઇનેબલ કરીને ડિસેબલ કરો
તમારા ફોન પર એરોપ્લેન મોડને ઈનેબલ કરો અને પછી તેને ડિસેબલ કરો. આમ કરવાથી મોબાઈલ નેટવર્ક ફરી સર્ચ થશે અને ઈન્ટરનેટની સ્પીડમાં વધારો થવાની સંભાવના છે.
બિનઉપયોગી એપ્લિકેશનને અનઈન્સ્ટોલ કરો
ઘણી બધી નકામી એપ્સ છે જે બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે. તેઓ તમારો ડેટા બગાડે છે. તેમને સેટિંગ્સમાં બંધ કરો. ઉપરાંત, બ્રાઉઝરમાં ડેટા સેવ મોડને સક્ષમ કરો.