સોશિયલ મીડિયાની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ અચાનક બંધ થવા પાછળનું કારણ સામે આવ્યું છે. સોમવારે સાંજે અચાનક ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકના સર્વરો બંધ થઈ ગયા.
આ ત્રણેય એપની સેવાઓ લગભગ છ કલાક પછી પુન:સ્થાપિત કરવામાં આવી હતી. હવે માહિતી સામે આવી રહી છે કે થોમસ નામના હેકરને કારણે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકની સેવાઓ અટકી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ગઇકાલે થયેલ સૌથી મોટા સર્વિસ ડાઉન મામલે મોટો ખુલાસો થયો છે. એપ્સની સેવાઓ ડાઉન થવા માટે એક મોટું કારણ સામે આવ્યું છે જેમા થોમસ નામના એક હેકરનાં કારણે આ બધુ થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
આ થોમસને અમેરિકાની ખુફિયા એજન્સી FBI પકડશે જેની જવાબદારી FBI સાયબર ક્રાઇમનાં ઓફિસર જોન મેકલેનને આપવામાં આવી છે. જાણકારી અનુસાર થોમસ આ પહેલા પણ સાઇબર ક્રાઇમ કરી ચૂક્યો છે.
મહત્વનું છે કે, ગત રોજ ભારત સહિત દુનિયાભરમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવાઓ લગભગ છ કલાકથી વધુ સમય સુધી બંધ રહી હતી. જેના કારણે સમગ્ર વિશ્વમાં આ એપનો વપરાશ કરતા કરોડો લોકોને હાલાકી ભોગવવી પડી હતી.