ભારતીય જળસીમામાં ઓખા નજીક ATSની બાતમીના આધારે કોસ્ટગાર્ડની ટીમે ઓપરેશન પાર પાડી પાકિસ્તાન તરફથી આવતી અલનોમાન નામની બોટમાંથી 7 પાકિસ્તાની શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
બાતીમાના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જોકે ભારતીય કોસ્ટગાર્ડને જોઈને શખ્સોએ ડ્રગ્સના 50 પેકેટ દરિયામાં ફેંકી દીધા હતા. હાલમાં આ ડ્રગ્સ ક્યાંથી ભરાયો હતો અને ક્યાં મોકલવાનો હતો એ સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ભારતીય કોસ્ટગાર્ડે બાતમીના આધારે ઓખા નજીક દરિયાઈ વિસ્તારમાં કાર્યવાહી કરીને પાકિસ્તાનની અલનોમાન નામની બોટ સાથે 7 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સો પાકિસ્તાનના બલોચિસ્તાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, કચ્છના વિવિધ દરિયાઈ અને ક્રિક વિસ્તારમાંથી ડ્રગ્સના બનવારસી પેકેટ મળી આવે છે. અત્યારસુધી આવા 1500થી વધુ પેકે એજન્સીઓને મળ્યા હતા. દરિયામાં ફેંકાયેલું ડ્રગ્સ મોજામાં તણાઈને કાંઠે આવી જાય છે.