ભારતે આજે ઓડિશામાં બાલાસોરના દરિયાકિનારે લોંગ રેન્જ સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ઓફ ટોરપિડોઝ (SMART)ને સફળતાપૂર્વક લોન્ચ કરી. આ લૉન્ચિગ પછી, DRDOએ જણાવ્યું હતું કે, આ પ્રણાલી ટોર્પિડોની પરંપરાગત શ્રેણીથી ઘણી આગળ એન્ટી સબ મરીન યુદ્ધ ક્ષમતાને વધારવા માટે બનાવવામાં આવી છે. તે એક એવી સિસ્ટમ છે જેમાં ટોર્પિડો સાથે મિસાઇલ પણ હોય છે.
-શું છે SMART
SMARTએ એક પ્રકારની એન્ટિ-શિપ મિસાઇલ હોય છે, જેમાં ઓછા વજનનો ટોરપીડો લાગુ કરવામાં આવે છે. આ ટોરપીડોનો ઉપયોગ પેલોડ તરીકે થાય છે. આ બંનેની શક્તિથી તે એક એન્ટી સબમરીન મિસાઈલ બની જાય છે.
#WATCH | India today successfully carried out a long-range Supersonic Missile Assisted Torpedo (SMART) off coast of Balasore in Odisha.
"The system has been designed to enhance Anti-sub marine warfare capability far beyond the conventional range of the torpedo," DRDO says pic.twitter.com/ZhD34UwuFW
— ANI (@ANI) December 13, 2021
Advertisement
આ સાથે જ્યાં મિસાઈલની તાકાત તો મળે જ છે, સાથે સાથે ટોરપીડોની મદદથી સબમરીનને નષ્ટ કરવાની શક્તિ પણ આવી જાય છે. જો કે તેની રેન્જ વિશે હજુ સુધી સાચો અંદાજ લગાવવામાં આવ્યો નથી. આની મદદથી ભારતીય નૌકાદળ સમુદ્રમાં યુદ્ધ શક્તિ અને વિધ્વંસક હોઈ શકે છે.
-ભારત પાસે પહેલાથી વરૂણાસ્ત્ર
દેશ પાસે વરુણાસ્ત્ર નામથી એન્ટી સબમરીન ટોરપીડો પણ છે, જે જીપીએસની મદદથી દુશ્મન સબમરીનને નિશાન બનાવવાની શક્તિ ધરાવે છે. જો સ્માર્ટ વરુણાસ્ત્ર સાથે સરખામણી કરવામાં આવે તો તે એકદમ હલકું છે. ચીન સાથે લદ્દાખમાં તણાવની વચ્ચે DRDO લાંબા સમયથી ખૂબ જ સક્રિય છે.