Commonwealth Games 2022 ની આજથી ભવ્ય શરૂઆત થઈ ચુકી છે. ગુરુવાર 28 જુલાઈના રોજ બર્મિંગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં એક ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં ભારતીયોએ પોતાનો દબદબો બતાવ્યો હતો. આ સમારોહમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને પુરૂષ હોકીના કેપ્ટન મનપ્રીત સિંહે કર્યું હતું.
બે વખતની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા પીવી સિંધુ સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધ્વજવાહક રહી. તેમના પછી, બીજા ધ્વજવાહક મનપ્રીત સિંહ હતા, જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંધુ Commonwealthમાં પણ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ચુકી છે.
#TeamIndia🇮🇳 💙💙
AdvertisementTake a look as the Indian Contingent marches past at the Opening Ceremony of CWG @birminghamcg22 🤩🤩
Are you excited for #B2022, India!? 😁#IndiaTaiyaarHai #Cheer4India 💪💪@PMOIndia @ianuragthakur @NisithPramanik @WeAreTeamIndia @YASMinistry @CGI_Bghm pic.twitter.com/w3zRiGPk34
— SAI Media (@Media_SAI) July 29, 2022
Advertisement
રોયલ નેવીએ ફરકાવ્યો Commonwealth Gamesનો ધ્વજ
રોયલ નેવીએ ઓપનિંગ સેરેમનીમાં Commonwealth Gamesનો ધ્વજ ફરકાવ્યો છે. હવે આ ધ્વજ આગામી 11 દિવસ સુધી રહેશે. સેરેમનીમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ટીમે એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં માર્ચ પાસ્ટની શરૂઆત કરી છે. આ પછી કૂક આઇલેન્ડ અને ફિજીનો વારો આવ્યો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ખેલાડીઓને પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ખેલાડીઓને Commonwealth Games માટે શુભેચ્છા પાઠવી છે. તેણીએ પોતાના સંદેશમાં લખ્યું, “તમામ દેશવાસીઓ વતી, હું Commonwealth Games 2022 માટે ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવું છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા ખેલાડીઓ તેમના શ્રેષ્ઠ પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવશે. બધા દેશવાસીઓ તમારી જીતની મંગળ કામના કરે છે.”
सभी देशवासियों की ओर से राष्ट्रमंडल खेल 2022 के लिए मैं भारतीय दल को शुभकामनाएं देती हूं। मुझे पूर्ण विश्वास है कि हमारे खिलाड़ी अपने उत्कृष्ट प्रदर्शन से देश को गौरवान्वित करेंगे। सभी देशवासी आपकी विजय की मंगल कामना करते हैं।
Advertisement— President of India (@rashtrapatibhvn) July 28, 2022
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આજે મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આજે સાંજે 4.30 વાગ્યાથી બર્મિંગહામમાં મેચ રમાશે. બંને ટીમો ગ્રુપ Aમાં એકબીજા સામેની મેચથી Commonwealth Gamesની શરૂઆત કરશે.
કોમનવેલ્થ ગેમ્સ 8 ઓગસ્ટ સુધી ચાલશે
ઈંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સે Commonwealth Gamesની ઓપનિંગ સેરેમનીને સંબોધિત કરી હતી. આની સાથે જ ગેમ્સની પણ વિધિવત શરૂઆત થઈ ચુકી છે. હવે 11 દિવસ સુધી વિશ્વના 72 દેશોના એથ્લેટ પોતાના દેશ માટે રમતા જોવા મળશે. Commonwealth Games 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી ચાલશે.
આ વિશાળ રમતોત્સવમાં લગભગ 72 દેશોના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહયા છે. ભારત તરફથી 200 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેઓ ધમાલ મચાવવા માટે તૈયાર છે. ગઈ વખતે 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.