India COVID-19 Cases: ભારતમાં કોરોના ફરી એકવાર વેગ પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં તેજી જોવા મળી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 3,962 નવા કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે 26 લોકોના મૃત્યુ થયા છે. આ પછી સક્રિય કેસોની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે, જે હવે 22,416 પર પહોંચી ગયો છે.
84 દિવસ બાદ સૌથી વધારે કેસ
એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે પણ દેશમાં લગભગ ચાર હજાર કોરોના કેસ નોંધાયા હતા. 3 જૂને સંક્રમણના 4,041 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 10 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં 84 દિવસ પછી એક દિવસમાં કોવિડ-19ના 4,000થી વધુ નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે 4,31,72,547 છે. તો કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,24,677 લોકોએ જીવ ગુમાવ્યો છે.
#COVID19 | India reports 3,962 fresh cases, 2,697 recoveries, and 26 deaths in the last 24 hours.
Total active cases are 22,416. pic.twitter.com/wV9V0SMnoj
— ANI (@ANI) June 4, 2022
Advertisement
દેશમાં 4,26,25,454 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,96,47,071 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,67,037 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
સરકાર એલર્ટ મોડ પર
દેશભરમાં શુક્રવારે 84 દિવસ બાદ 24 કલાકામાં કોરોના સંક્રમણના 4 હજાર નવા કેસો આવ્યા છે, જેને જોઈ સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે અને કોરોના સંક્રમણ રોકવા માટેની દિશાનિર્દેશ અને સતર્કતા જાહેર કરી દીધી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા અને તમિલનાડૂ સહિત પાંચ રાજ્યોના અધિકારીઓને કોરોના સંક્રમણને લઈને એક પત્ર લેખી નિર્દેશ આપ્યા છે, જેમાં કોરોનાના સતત વધી રહેલા કેસો અને સંક્રમિત થઈ રહેલા લોકોના ગ્રુપનું ઝીણવટ પૂર્વક દેખરેખ કરવા તથા ટેસ્ટીંગ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.