સાઉથ આફ્રીકા વિરુદ્ધ 5 મેચોની ટી-20 શ્રેણી શરૂ થતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ટીમના કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતા તે આખી સીરીઝથી બહાર થઈ ગયા છે. લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયા અંગેની જાણકારી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવી છે. કેએલ રાહુલની જગ્યાએ ભારતીય ટીમની કમાન વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને સોંપવામાં આવી છે.
NEWS 🚨- KL Rahul and Kuldeep Yadav ruled out of #INDvSA series owing to injury.
AdvertisementThe All-India Senior Selection Committee has named wicket-keeper Rishabh Pant as Captain and Hardik Pandya as vice-captain for the home series against South Africa @Paytm #INDvSA
— BCCI (@BCCI) June 8, 2022
મળતી માહિતી મુજબ, 9 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેએલ રાહુલ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. કેએલ રાહુલની ઈજા એટલી ગંભીર છે કે તે આફ્રિકા સામે પાંચ મેચોની ટી20 સિરીઝ રમી શકશે નહીં.
ભારતીય ક્રિકેટ બોર્ડે કેએલ રાહુલના સ્થાને રિષભ પંતને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવ્યો છે. કેએલ રાહુલની ઈજા વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પુષ્ટિ કરી દીધી છે કે કેએલ રાહુલ આફ્રિકા સામે ગુરૂવારથી દિલ્હીમાં શરૂ થઈ રહેલી પાંચ મેચોની સિરીઝમાં રમી શકશે નહીં. પરંતુ રાહુલ ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ટીમ ઈન્ડિયાનો ભાગ હશે કે નહીં તે સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.