જૂનાગઢ: ચાલુ વર્ષે કાળઝાળ ગરમીની સાથે વાતાવરણમાં અચાનક આવી રહેલ પલટાના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચાલુ વર્ષે કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું હતું.
જૂનાગઢના ભેસાણમાં પણ ખેડૂતોએ ઉનાળુ મગફળીનું વધુ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય પ્રમાણમાં વાવેતર કર્યું છે. જોકે આ વર્ષે માવઠા અને ક્યારેક વાતાવરણમાં આવેલ પલટાના કારણે મગફળીમાં જે ફ્લાવરિંગ થવું જોઈએ તેવો થયુ નહતું.
ભેસાણના ખેડૂતોના જણાવ્યા મુજબ, મગફળીમાં પોપટા બેસવા જોઈએ તે નથી બેઠા જેના લીધે એક વીઘે જે મગફળી 20 મણ થવી જોઈએ તે માત્ર 5થી 7 મણ જ થઈ છે.આમ મગફળીમાં ઉતારો ઓછો બેસતા ખેડૂતોએ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
Advertisement
Advertisement