વડોદરા: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના પારીખા અને કરમાલ ગામે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે આ વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા.
જેમાં આશરે 14 લાખ રૂપિયાના ખર્ચે કરમાલ ગામે તૈયાર થયેલ ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા છેવાળા ગામો સુધી વિકાસ રથ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે. તેવામાં ડભોઇ તાલુકાના પારીખા ગામે ધારાસભ્ય દ્વારા કષ્ટભંજન હનુમાન મંદિરે દર્શન કરી ગામના વિવિધ વિકાસના કામો જેમાં પાણી, ડ્રેનેજ, સંરક્ષણ દીવાલના કામોનું ગામના સરપંચ સહિતના આગેવાનોની હાજરીમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
બીજીબાજુ તાલુકા પંચાયતની સમરસ સીટ કરમાલમાં નવીન બનેલ ગ્રામસચિવાલાયનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સહિત ગામના સરપંચ અને આગેવાનો હાજર રહ્યા હતા.