जन मन INDIA
વાત સરકારની

સાગબારા તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ, મનસુખ વસાવા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત

રાજપીપળા: ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવાના મુખ્ય મહેમાનપદે અને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવા, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ રોહિદાસ વસાવાના અતિથી વિશેષપદે પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા, મનજી વસાવા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા અગ્રણી મોતી વસાવા સહિત જિલ્લા- તાલુકાના આગેવાનો, સરપંચો, દેડીયાપાડાના પ્રાંત અધિકારી દિપક બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, કાર્યપાલક ઇજનેર સંજય પટેલ, તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં આજે સાગબારા ખાતે અંદાજે રૂ.૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રીબીન કાપવાની સાથે તકતીનું અનાવરણ કરીને નવનિર્મિત તાલુકા પંચાયત ભવનને ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.

ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવાએ સાગબારા ખાતે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, કોઇપણ તાલુકાના ઝડપી વિકાસ માટે અદ્યતન તમામ સુવિધાઓથી સજજ જે તે તાલુકા પંચાયતનું ભવન અતિ મહત્વનું હોય છે. આ નવું બિલ્ડીંગ તમામ સુવિધાઓથી સજજ છે, ત્યારે આ ભવનમાં વિવિધ પ્રકારની કામગીરી એક જ સ્થળેથી થવાથી બહારથી પોતાના કામકાજ માટે આવનારા પ્રજાજનોને પણ ખૂબ જ સરળતા રહેવાની સાથે ફાયદો થશે.

આ ઉપરાંત એ પણ જણાવ્યું હતું કે ભવનના માધ્યમથી સાગબારા તાલુકાનો ખૂબ ઝડપી વિકાસ થવાનો છે. તાલુકા મથકે શિક્ષણ, આરોગ્ય વગેરે સહિતની મહત્વની તમામ સુવિધાઓ પ્રજાજનોને સારી રીતે મળી રહે તેવો સરકારનો અભિગમ છે, ત્યારે આવનારા દિવસોમાં નવી સરકારી કચેરીઓના મકાનો ઉપરાંત કર્મચારીઓ માટેની જરૂરી આવાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થાઓના આયોજન સાથે ખાસ કાળજી રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ના સીડીપી-૩ યોજના હેઠળ સાગબારા તાલુકા પંચાયતના નવા ભવનના મંજૂર કરાયેલા કામ અંતર્ગત અંદાજે રૂ. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનમાં તાલુકા પંચાયત પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારી માટેની ચેમ્બર ઉપરાંત કર્મચારીગણ માટેની વહિવટી, શિક્ષણ, બાંધકામ, મિશન મંગલમ, મનરેગા જેવી શાખાઓ તેમજ જનસુવિધા કેન્દ્ર તથા બેઠકો માટે સભાખંડ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ પાણીની મુશ્કેલી દૂર કરવા માટે વરસાદી પાણીને રેઇન વોટર હાર્વેસ્ટીંગ સુવિધા-લાઇટ ફીટીંગ સહિત ઓફિસની જરૂરીયાતની તમામ સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે મેડિસીટીની લીધી મુલાકાત, કોવિડ સંલગ્ન સુવિધાઓ અંગે મેળવી માહિતી

malay kotecha

સરકારની લોકડાઉન લાગુ કરવાની વિચારણા નથી, વ્યાપારી સંગઠનો સ્વયંભૂ બંધ પાળે છે તે આવકારદાયક: CM રૂપાણી

malay kotecha

અમદાવાદ: અરૂણ મહેશ બાબુએ મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલની લીધી મુલાકાત, યોજી સમીક્ષા બેઠક

malay kotecha

Leave a Comment