નવસારીમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભીનાર ગામે નોંધાયું છે. રિક્ટર સ્કેલ ઉપર 2.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
ગુજરાતમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. 3 ઓગષ્ટના રોજ કચ્છમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તેવામાં આજે નવસારીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
નવસારીના વાંસદામાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ડરનામાર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું છે. ભીનાર ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 3 ઓગષ્ટના રોજ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3 ઓગષ્ટના રોજ ભૂકંપમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે 13 જુલાઇના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક તરફ કચ્છમાં ધોધમાર વરસાદ અને બીજી તરફ ધરા ધ્રુજી ઉઠતા કચ્છવાસીઓના માથે આફત આવી પડી હતી.
રિપોર્ટઃ હિતેશ વાઘેરા, નવસારી