પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી PSI ભરતીની પરીક્ષાના વિવાદને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું કે, આગામી 26મેના રોજ PSI ભરતી પરીક્ષા યોજાશે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં લેવાયેલી PSIની ભરતીને લઈ હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેમાં 250 અરજદારો દ્વારા અરજી કરી GPSCની પેટન પ્રમાણે રિઝલ્ટ આપવામાં માંગ કરી હતી.
અરજકર્તાઓએ જણાવ્યું કે, હાલ જે રીતે રિઝલ્ટ આપવામાં આવ્યું છે તે પ્રમાણે માત્ર 4300 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. આ પદ્ધતિના કારણે 8 હજાર જેટલા ઉમેદવારનો અન્યાય થઈ રહ્યાં છે. જે સંદર્ભે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું કે, આગામી 26 મેના રોજ PSIની ભરતી પરીક્ષા યોજવામાં આવશે.
મહત્વનું છે કે, થોડા દિવસો પહેલાં જ જાહેર કરવામાં આવેલ PSI ભરતીની પરીક્ષાના પરિણામને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાયું છે. જે મામલે હાઈકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.
વિષયની ગંભીરતાને જોતા હવે વેકેશન બેન્ચ સમક્ષ આ મામલે સુનવણી હાથ ધરવા આવી હતી. જ્યાં પ્રીલિમ પરીક્ષાના પરિણામ સામે વિરોધ નોંધાવતા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.