મહારાષ્ટ્ર, દિલ્હીની સાથે સાથે હવે ગુજરાતમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાનો આંકડો 150ની નજીક પહોંચતા આરોગ્ય વિભાગની ઊંઘ હરામ થઈ છે.
કોરોનાના કેસમાં વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા પણ 608 પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 143 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 86 નોંધાયા છે.
24 કલાક દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી કુલ 10945 દર્દીના મૃત્યુ થયા છે. જિલ્લા પ્રમાણે કોરોના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના 86, વડોદરામાં 18, સુરતમાં 10, ગાંધીનગરમાં 10, રાજકોટમાં 8 કેસ નોંધાયા છે.
તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 1214405 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.06 ટકા થયો છે.