ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર આવી ગઈ હોવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 હજાર 781 કેસ નોંધાયા છે. જ્યારે 20 હજાર 829 દર્દી રિકવર થયા છે. આમ નવા દર્દી કરતા સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા 6 હજાર જેટલી વધી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 21 મૃત્યું નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 9 લોકોનાં મૃત્યું થયા છે. વડોદરા અને રાજકોટ શહેરમાં 1-1 મૃત્યું, સુરત શહેરમાં 3, વડોદરા ગ્રામ્યમાં 1, જામનગર શહેરમાં 1, વલસાડમાં 2, જામનગર ગ્રામ્યમાં 1 સહિત કુલ 21 દર્દીનાં મૃત્યું થયા છે.
રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10,323 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 9,69,234 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યનો રિકવરી રેટ 87.50 ટકા થયો છે.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો, હાલ કોરોનાના 1,28,192 એક્વિટ કેસ છે. જેમાં 309 દર્દી વેન્ટિલેટર પર છે. બાકીના દર્દીની હાલત સ્થીર છે.