રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કિન્નરો દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજીના વર્ષો જૂના કબ્રસ્તાનમાં કિન્નરો દ્વારા દરગાહ બનાવવામાં આવી છે, જે તેઓની આસ્થાનું પ્રતિક છે. ધોરાજીમાં કિન્નરો દ્વારા ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં ડીજેના તાલે કિન્નરો ઝૂમ્યા હતા, આ દરમિયાન જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરાજી તથા આસપાસના વિસ્તારમાં રહેતા કિન્નરો મોટી સંખ્યામા્ં હાજર રહ્યા હતા અને જૂના કબ્રસ્તાન પાસે બનાવાયેલ દરગાહ ખાતે હર્ષોલ્લાસ સાથે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ધોરાજીમાં યોજાયેલ આ કાર્યક્રમ સૌ કોઈ માટે આકર્ષણ બની રહ્યો હતો.
Advertisement
Advertisement