બોડેલી તાલુકામાં વરસાદના કારણે ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે નગરમાં ગંદકીના કારણે ભારે રોગચાળો ફેલાવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે
મળતી માહિતી મુજબ, બોડેલી તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈ નગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે અલીપુરાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ભારે ગંદકી થતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
નગરના નવીનગરી, રામનગર, સહિત અનેક સોસાયટીમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈ મચ્છરનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ગંદકીના કારણે રોગચારો માથું ઊંચકે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે
રિપોર્ટઃ ઈમ્તિયાઝ મેમણ, બોડેલી