ગુજરાત વિધાસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેરાત થવાની છે. ત્યારે હવે રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. તો અનેક પક્ષોમાં ઉથલપાથલ પણ થઈ રહી છે. ત્યારે હવે ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસમાંથી છેડો ફાડી અસંખ્ય કાર્યકરો વિધીવત રીતે ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી, જૂનાગઢ ડે.મેયર, જીલ્લા પ્રમુખ, પૂર્વ રાજયમંત્રી, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર, પાલીકા પ્રમુખ સહીત ભાજપના નેતાઓની હાજરીમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
જિલ્લા કોગ્રેસના પૂવઁ મહામંત્રી તેમની ટીમ સાથે અને જિલ્લા મહીલા કોગ્રેસના પૂર્વ પ્રમુખ તેમની ટીમ સાથે તથા વેરાવળ મહીલા કોગ્રેસ પૂર્વ પ્રમુખ તેમની ટીમ સાથે અને ત્યારબાદ એક જાણીતા લોકગાયક તેમની ટીમ સાથે વિવિધ સમાજના અસંખ્ય કાર્યકરો સાથે વિધીવત રીતે ભાજપમાં જોડાયા હતા.
Advertisement
Advertisement