PM Narendra Modi Gujarat Visits: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ રાજ્યના નાગરિકોને ઘણી ભેટ આપશે. PM મોદી સવારે રાજકોટના આટકોટમાં નવનિર્મિત માતુશ્રી કેડીપી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું. આ પછી વડાપ્રધાને અહીં જનસભાને સંબોધી.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે આજે અહીં માતુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું. આ હોસ્પિટલ આરોગ્ય સેવાઓમાં સુધારો કરશે. જ્યારે સરકારના પ્રયાસોમાં જનતાનો પ્રયાસ ઉમેરાય છે ત્યારે આપણી સેવા કરવાની શક્તિ પણ વધે છે, રાજકોટમાં બનેલી આ હોસ્પિટલ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે જ્યારે હું ગુજરાતની ધરતી પર આવ્યો છું ત્યારે હું શીશ ઝૂકાવીને ગુજરાતના તમામ નાગરિકોનું સન્માન કરવા માંગુ છું. તમે મને જે સંસ્કાર અને શિક્ષા આપી, સમાજ માટે જીવવાની વાત શીખવી, તેના કારણે મેં માતૃભૂમિની સેવામાં કોઈ કસર નથી છોડી.
આ 8 વર્ષોમાં માથુ ઝુકવા નથી દીધું
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર દેશની સેવાના 8 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ દરમિયાન મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે તમારું શીશ શરમથી ઝૂકી જાય. આ વર્ષોમાં અમે ગરીબોની સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને અનુસરીને અમે દેશના વિકાસને નવી ગતિ આપી છે.
માતા-બહેનોના જનધન બેંક ખાતામાં સીધા જમા કર્યા પૈસા
પીએમ મોદીએ કહ્યું કે, માતા-બહેનોના જનધન બેંક ખાતામાં સીધા પૈસા જમા કર્યા. ખેડૂતો અને શ્રમિકોના બેંક ખાતામાં પૈસા જમા કર્યા. અમે ફ્રીમાં ગેસ સિલિન્ડરની પણ વ્યવસ્થા કરી જેથી ગરીબોનું રસોડું ચાલુ રહે.
અમે કોરોના કાળમાં અન્નના ભંડાર ખોલી દીધા
ગરીબોની સરકાર હોય છે તો કેવી રીતે તેમની સેવા કરે છે, તેમને સશક્ત કરવા માટે કામ કરે છે, આ આજે આખો દેશ જોઈ રહ્યો છો. 100 વર્ષના સૌથી મોટા સંકટ સમયમાં પણ દેશે આ સતત અનુભવ કર્યો છે મહામારી શરુ થઇ ત્યારે ગરીબોની સામે ખાવા-પીવાની સમસ્યા થઈ, તો અમે દેશનો અનાજનો ભંડાર ખોલ્યા.
PM મોદી વિપક્ષ પર વાર
PM મોદી વિપક્ષ પર વાર કરતાં કહ્યું હતું કે, 2014 ગુજરાતમાં એવા અનેક પ્રોજેક્ટો હતાં.દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં એને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળુ મારી દે અને તરત જ પ્રોજેક્ટોને કેન્સલ કરી દેતાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, 2014માં સરદાર સરોવર ડેમ માટે પણ ઉપવાસ કરવો પડ્યો હતો