રાજ્યના શિક્ષકો લાંબા સમયથી પસંદગીની જગ્યાએ બદલીની માંગણી કરી રહ્યા હતા. ત્યારે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ પહેલા જ પ્રાથમિક શાળાના શિક્ષકોને બદલીની તક આપવામાં આવશે.
પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસહાયકોની માગણી મુજબની બદલીઓ કમ્પ્યુટર પદ્ધતિએ ઓનલાઇન દર્શાવવામાં આવશે. જેથી તા. 12મી જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન મુકવામાં આવશે. તારીખ 14 જૂનના બપોરના બાર વાગ્યાથી 16 જૂનના રાતના 11.59 વાગ્યા સુધી શિક્ષક કે વિદ્યા સહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરવાની રહેશે.
આ માટેની તમામ માહિતી આ વેબસાઈટ www.dpegujarat.in પર જોવા મળશે. તા.17થી 19 જૂન દરમ્યાન તાલુકા દ્વારા અરજી ફોર્મની ચકાસણી કરીને જિલ્લા કક્ષાએ મંજૂરી અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી કરવામાં આવશે.
તારીખ 20 જૂન થી 22 જૂન દરમ્યાન જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરીને મંજૂર કે નામંજૂર કરીને મંજૂર થયેલી અરજીઓ અપલોડ કરવાની કામગીરી હાથ ધરાશે. તારીખ 22 જૂનથી 26 જૂન દરમ્યાન ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ કરવામાં આવશે. તા.27 અને 28 જૂને ઓનલાઇન શિક્ષક અને વિદ્યાસહાયકોએ આંતરિક બદલીના હુકમો મેળવી લેવાની કામગીરી કરવામાં આવશે.