ગુજરાતમાં હાલ મોટાપાયે પોલીસ ભરતીનું આયોજન થઈ રહ્યું છે. LRD અને PSIની શારીરિક પરીક્ષાનું આયોજન ચાલી રહ્યું છે. ત્યારે લોકરક્ષક દળની શારિરીક પરીક્ષા હવે પૂર્ણતાને આરે છે ત્યારે લેખિત પરીક્ષાની તારીખોને લઈ ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે ભરતી બોર્ડના અધ્યક્ષે લેખિત પરીક્ષાને લઈ મોટા સંકેત આપ્યા છે.
ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, જો શારીરક કસોટી સમય પત્રક પ્રમાણે પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે. આ દિવસોમાં GPSC તથા ગૌણ સેવાની પરીક્ષા ના હોય તેવી તારીખ પસંદ કરવામાં આવશે. તે વખતની કોરોનાની સ્થિતિ પણ ધ્યાનમાં લેવામાં આવશે.
જો શારીરિક કસોટી સમય પત્રક મુજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે.
આ દિવસોમાં GPSC તથા ગૌણ સેવાની પરીક્ષા ના હોય તેવી તારીખ પસંદ કરવામાં આવશે. તે વખતની કોરોનાની સ્થિતિ પણ ધ્યાનમાં લેવામાં આવશે.#LRDS#LRDPAdvertisement— Hasmukh Patel (@Hasmukhpatelips) January 12, 2022
બીજી બાજુ રાજ્યમાં ચાલતી ભરતીમાં જે ગેરરીતિઓ સામે આવી રહી છે તે અંગે પણ હસમુખ પટેલે લાગવગથી અને નાણાંના જોરે નોકરી અપાવવાની લાલચ આપતા તત્વોથી સાવધ રહેવા અપીલ કરી છે. પોલીસ ભરતીમાં જો કોઈ નોકરી અપાવવાની લાલચ આપે અને બદલામાં નાણાંની માગ કરે તો આવા લોકોને સામે લાવવા પણ જણાવ્યું છે.
આ સિવાય રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને જોતા હસમુખ પટેલે જણાવ્યું કે, કોઈ ઉમેદવાર કોરોના પોઝિટિવ હોય તો તેણે શારીરિક કસોટીની તારીખ પહેલા બોર્ડને RTPCR ટેસ્ટ રિપોર્ટ તથા અન્ય પુરાવા સાથે અરજી કરવાની રહેશે. ત્યારબાદ RTPCR નેગેટિવનું પ્રમાણપત્ર રજુ કર્યેથી તેને બીજી તારીખ આપવામાં આવશે.
કોઈ ઉમેદવાર કોરોના પોઝિટિવ હોય તો તેણે શારીરિક કસોટીની તારીખ પહેલા બોર્ડને RTPCR ટેસ્ટ રિપોર્ટ તથા અન્ય પુરાવા સાથે અરજી કરવાની રહેશે. ત્યારબાદ RTPCR નેગેટિવનું પ્રમાણપત્ર રજુ કર્યેથી તેને બીજી તારીખ આપવામાં આવશે વિગતવાર સુચના માટે જુઓ https://t.co/5KWfFJSUMf#LRD_ભરતી #LRDS
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 4, 2022
Advertisement