जन मन INDIA
slider news શિક્ષણ

વોટર મેનેજમેન્ટમાં કરિયર બનાવવાની અપાર સંભાવનાઓ, ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક

જળ એજ જીવન છે. ઉનાળો આવતાની સાથે જ ભારત સહિત વિશ્વમાં જળસંકટના વાદળો ઘેરાવા લાગે છે. ખાસ કરીને ગામડાઓમાં ભયાવહ સ્થિતિ જોવા મળે છે. એશિયાઈ વિકાસ બેંક અનુસાર, ભારતમાં વર્ષ 2030 સુધીમાં 50 ટકા પાણીની કમી થઈ શકે છે.

આ સંકટને જોતા વોટર હાર્વેસ્ટિંગ અને તેની સાથે જોડાયેલા સંગઠનો આ મામલે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. તો વધુમાં પીએમ મોદીએ કેચ ધ રેન અભિયાનની પણ શરૂઆત કરાવી છે.

ત્યારે આજે અમે તમને પોતાના કરિયર માટે એક એવી ફિલ્ડ વિશે જણાવીશું કે જેમાં તમે તમારું ભવિષ્ય બનાવી શકો છો.

વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડના એક રિપોર્ટ મુજબ આવનારા વર્ષોમાં વિશ્વના 100 પ્રમુખ શહેરોમાં રહેનારા લગભગ 35 કરોડ લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. જેમાં ભારતના પણ 30 શહેરોનાં નામ સામેલ છે. રિપોર્ટ મુજબ વર્ષ 2050 સુધીમાં જળ સંકટ તેની ચરમસીમાએ પહોંચી જશે.

ઉનાળો શરૂ થતા જ દેશના ઘણા શહેરોમાંથી પાણીની સમસ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આ જોતા હવે સરકાર દ્વારા વરસાદના જળના સંરક્ષણ માટે રેન વોટર હાર્વેસ્ટિંગ જેવા વિકલ્પો પર ભાર આપવામાં આવી રહ્યો છે.

આજ કારણો સર પાછળના કેટલાક વર્ષોમાં આ ફિલ્ડમાં કરિયર બનાવવાનાની નવી સંભાવનાઓ મળી રહી છે. જ્યાં વોટર કન્ઝર્વેશનિસ્ટ, વોટર પ્રબંધકના રૂપે તમે પોતાનું કરિયર બનાવી શકો છો.

હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રએ પોતાના એક સંદેશમાં કહ્યું હતું કે, શિક્ષા, સ્વાસ્થ્ય, ભોજન, આર્થિક ગતિવિધિ હોય કે આંતરરાષ્ટ્રીય વાણિજ્ય માનવ અસ્તિત્વ માટે પાણીથી મોટું કોઈ સંસાધન નથી.

એટલા માટે જળ સંચયને હાલના સમયમાં સૌથી મોટી સંભાવનાઓ તરીકે જોવામાં આવે છે. વોટર કન્ઝર્વેશન માટે સરકાર જ નહીં, કંપનીઓ પણ આ મામલે સજાગ બની છે. જેથી વોટર મેનેજમેન્ટમાં પ્રશિક્ષિત પ્રોફેશનલ્સની ભરતી કરવામાં આવી રહી છે.

હાલના સમયમાં કુદરતી સંપત્તિઓને બચાવવાની અનેક મુહિમો દેશભરમાં ચાલી રહી છે જેના કારણે ગ્રીન જોબ્સ એક મોટું માર્કેટ બનીને ઉભરી રહ્યું છે, જ્યાં મોટા પેકેજની પણ ઓફર કરવામાં આવે છે.

હાલ આ ફિલ્ડમાં વોટર સાયન્ટિસ્ટ, એનવાયરમેન્ટ એન્જિનીયર, હાઈડ્રો જિયોલોજિસ્ટ, કન્સલટન્ટ, વોટર મેનેજર, વોટર કન્ઝર્વેશિસ્ટ બનીને તમે પોતાનું કરીયર બનાવી શકો છો.

Related posts

કોરોનાની પીક સાથે ફરી સોનાના ભાવમાં તેજી, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલા વધ્યા ભાવ

ravi chaudhari

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે અપાશે રેમડેસિવિર ઈન્જેક્શન, હાઈપાવર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ravi chaudhari

શું તમને વધારે પરસેવો આવવાની સમસ્યા છે? તો ચેતી જજો, આ હાર્ટ એટેકનું લક્ષણ હોય શકે છે

madhuri rathod

Leave a Comment