દુબઈના ધ રિયલ હાઉસ વાઈવ્સ (The Real Housewives) 2022નો પીમિયર હાલમાં જ 1 જૂન 2022ના રોજ યોજાયો હતો. આ એક અમેરિકન રિયાલિટી ટેલીવિઝન સીરીઝ છે, આ ફ્રેન્ચાઈઝીની પ્રથમ સીરીઝમાં યુએઈના દુબઈ શહેરમાં રહેતી કેટલીક મહિલાઓની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર ફોકસ કરવામાં આવ્યું. જેમાં દુબઈની 6 સૌથી ધનવાન મહિલાઓના નામ જાહેર થયા. આ 6 અમીર ગૃહિણીઓની પ્રોપર્ટી જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે. તો ચાલો જાણીએ તેમના વિશે બધુ જ.
1.કેરોલિન સ્ટેનબરી (Caroline Stanbury)
લંડનમાં જન્મેલી કેરોલિન સ્ટેનબરી, જેણે લેડીઝ ઓફ લંડન (2014) શોમાં અભિનય કર્યો હતો, તે દુબઈની સૌથી ધનિક ગૃહિણી છે. તેમની સંપત્તિ લગભગ રૂ. 232.70 કરોડ (US$30 મિલિયન) છે. કેરોલિનના પહેલા પતિનું નામ સેમ હબીબ હતું, જેની સાથે તેને ત્રણ બાળકો હતા. મળતી માહિતી મુજબ, છૂટાછેડા પછી તેણે સમાધાન માટે તેના પહેલા પતિ પાસેથી માતબર રકમ મેળવી હતી. કેરોલિનના વર્તમાન પતિનું નામ સર્જિયો કેરાલો છે, જે ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી છે. કેરોલિન હાલમાં ‘કેરોલિન સ્ટેનબરી’ શુ લાઈનની માલિક છે જે વિશ્વની સૌથી લક્ઝરી જૂતાની બ્રાન્ડ માનવામાં આવે છે.
2. લેસા મિલાન (Lesa Milan)
ભૂતપૂર્વ મિસ જમૈકા વિજેતા અને ફેશન ડિઝાઇનર લેશા મિલાન નેટવર્થની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 31.7 થી 571 મિલિયન (US$5 મિલિયન – US$9 મિલિયન) વચ્ચે છે. લેસા મિલા મીના ‘રો મેટરનિટી’ નામની કપડાની બ્રાન્ડની માલિક છે. દુબઈ આવતા પહેલા, મિલાન જમૈકાથી મિયામી ગઈ હતી અને ત્યાં 8 વર્ષ રહી હતી. તેણીએ કરોડપતિ બીઝનેસમેન રિચાર્ડ હોલ સાથે લગ્ન કર્યા છે
3. કેરોલિન બ્રુક્સ (Caroline Brooks)
25.39 થી 38.09 કરોડ (US$4 મિલિયન-US$6 મિલિયન)ની નેટવર્થ સાથે કેરોલિન બ્રૂક્સ UAEમાં ત્રીજા નંબરની સૌથી ધનિક ગૃહિણી છે. કોસ્મોપોલિટન મિડલ ઈસ્ટ અનુસાર, બ્રુક્સે દુબઈમાં પ્રોપર્ટી બ્રોકરેજ ફર્મના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.
4. સારા અલ મદની (Sara Al Madani)
સારા અલ મદાનીએ 15 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તે એક ખૂબ જ સારી વક્તા પણ છે જેણે 200 થી વધુ ભાષણો આપ્યા છે. તેણીની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, મદની હાલમાં હલ્હીની માલિક છે. તેમની કુલ સંપત્તિ લગભગ 6.34 કરોડ ડોલર (US$1 મિલિયન) છે.
5. ચૈનલ અયાન (Chanelayan)
કેન્યામાં જન્મેલી સુપર મોડલ ચેનલ અયાન સોમાલી અને ઈથોપિયાઈ બ્યૂટીની સાથે સાથે ઘણા ફેશન અને મેગેઝીનના કવર પેજ પર પણ છવાઈ ચૂકી છે. તે એક સફળ બિઝનેસમેન છે જે ટેલેન્ટ એજન્સી અને સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ટોની માલ્ટ સાથે મેકઅ અને સ્કિનકેર લાઈન ધરાવે છે, તેની કુલ સંપત્તિની વાત કરીએ તો લગભગ 6.34 કરોડ (US$1 મિલિયન) છે.
6. નીના અલી (Nina Ali)
લેબનાનમાં જન્મેલી ટેક્સાસમાં મોટી થયેલી નીના 2011માં પોતાના બિઝનેસમેન પતિ મુનાફ અલી સાથે દુબઈ આવી હતી. તેના ઈન્સ્ટાગ્રામ પર 5.21 લાખ ફોલોઅર્સ છે, જોકે તેની નેટવર્થની માહિતી સામે આવી નથી.