ભારતીય મહિલા બેટ્સમેન સ્મૃતિ મંધાના, ફાસ્ટર બોલર ઝુલન ગોસ્વામી અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ICC મહિલા વન-ડે રેન્કિંગમાં પોતના સ્થાન પર કાયમ બની રહ્યા છે. જ્યારે શિખા પાંડેની ટોપ-10માં વાપસી થઈ છે.
સ્મૃતિ મંધાના 710 અંક સાથે 7માં સ્થાન પર છે. કેપ્ટન મિતાલી રાજ બેટ્સમેનોની રેન્કિંગમાં 8માં સ્થાને છે. બોલિંગમાં ઝુલન ગોસ્વામી 681 અંક સાથે 5માં સ્થાને છે, જ્યારે પૂનમ યાદવ 8માં સ્થાને છે.
શિખા ફેબ્રુઆરીમાં પોતાના કરીયરના સૌથી શ્રેષ્ઠ પાંચમાં સ્થાને પહોંચી હતી. ઓલરાઉન્ડરમાં ટોપ-10માં દીપ્તિ એક માત્ર ભારતીય છે, જે 343 અંક સાથે પાંચમાં સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી ત્રીજા સ્થાન પર છે. બોલિંગમાં મેગાન શટ બીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે મરિજાને કૈપ ત્રીજા સ્થાને ખસકી ગઈ છે.
ટી-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ભારતીય ઓપનર બેટ્સમેન શેફાલી વર્મા નંબર એક પર યથાવત છે. પાછલા અઠવાડિયે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઘરેલુ સિરીઝની અંતિમ મેચમાં શેફાલી વર્માએ 30 બોલમાં 60 રન બનાવ્યા હતા.
જેના કારણે શેફાલીને 26 અંકનો ફાયદો થયો હતો અને ICC ટી-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં 776 પોઈન્ટ સાથે પોતાનું એક નંબરનું સ્થાન યથાવત રાખ્યું હતું.
શેફાલી સાથે ઓપનિંગ પાર્ટનર સ્મૃતિ મંધાનાએ તે મેચમાં 96 રનની પાર્ટનશીપ કરી હતી. સ્મૃતિ મંધાનાએ તે મેચમાં 28 બોલમાં 48 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે તેમને એક સ્થાનનો ફાયદો થયો છે અને તેઓ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાન પર છે.