Tina Dabi IAS Biography: ટીના ડાબી દેશના સૌથી ચર્ચિત આઈએએસ અધિકારીઓમાંથી એક છે. તેઓ તેમની બેચના ટોપર રહ્યા છે. તાજેતરમાં જ તેમનું પ્રમોશન પણ થયું છે અને હવે તેમને કલેક્ટર બનાવવામાં આવ્યા છે. કલેક્ટર તરીકે તેમની પ્રથમ વખત પોસ્ટિંગ થઈ છે.
ટીના ડાબી રાજસ્થાન કેડરની 2016 બેચના IAS ઓફિસર છે. ટીના ડાબી પહેલાથી જ ભણવામાં હોશિયાર હતા. તેમણે ધોરણ 12માં 96.25 ટકા માર્ક્સ મેળવ્યા હતા. તેમણે શાળાકીય અભ્યાસ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલ, નવી દિલ્હીથી કર્યો હતો. તો તેમણે તેમનું ગ્રેજ્યુએશન લેડી શ્રી રામ કોલેજ ફોર વુમન, નવી દિલ્હીથી પૂર્ણ કર્યું. ટીના ડાબીએ બેચલર ઓફ આર્ટ્સ ઈન પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
પહેલા અમે તમને આઈએએસ અધિકારી ટીના ડાબીનો તે કિસ્સો જણાવીશું, જ્યારે ટીના ડાબીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને આ પરીક્ષામાં તેઓ તેમની બેચના ટોપર પણ રહ્યા હતા. તેમને દરેક લોકો સારી રીતે જાણવા લાગ્યા હતા. મીડિયાનું પણ ફોક્સ તેમની ઉપર હતું. તેમને વિશ્વાસ જ ન આવ્યો કે તેમનું સિલેક્શન થઈ ગયું છે અને તેમણે ટોપ પણ કર્યું છે. પરિણામ પછી તેમને ઘણા ફોન આવી રહ્યા હતા, લોકો તેણીને અભિનંદન આપી રહ્યા હતા, પરંતુ એક ફોન એવો પણ આવ્યો જેનાથી તેઓ ડરી ગયા હતા. કારણ કે તે કોલ કરનારે વિચિત્ર માંગણી કરી હતી.
આ ફોન એક દીકરીના પિતાએ કર્યો હતો. ફોન પર તેઓએ જણાવ્યું હતું કે, ‘તમે મારી દીકરી સાથે ફોન પર વાત કરો, તે જીદ પકડીને બેઠી છે કે જ્યાં સુધી હું ટીના ડાબી સાથે વાત નહીં કરું ત્યાં સુધી હું જમીશ નહીં.’ આ ફોનથી ટીના ડાબી ડરી ગયા હતા.
ટીના ડાબીનું નિક નેમ ‘ટીના’ છે, જો આપણી મહિલા આઈએએસ અધિકારીની પસંદગી વિશે વાત કરીએ તો ટીના ડાબીને વાંચવું, ચિત્રકામ કરવું, મુસાફરી કરવી અને સંગીત સાંભળવું ગમે છે. એક રિપોર્ટ અનુસાર, ટીના ડાબીની પ્રિય બોલિવૂડ ફિલ્મોમાં અંદાજ અપના અપના, 3 ઈડિયટ્સ, બ્રેક કે બાદ, 2 સ્ટેટ્સ, કલ હો ના હો, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો સમાવેશ થાય છે. તો હોલીવુડની ફિલ્મોમાં ટાઇટનિંગ, PSI લવ યુ, સ્લમડોગ મિલિયોનેર વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ટીના ડાબી હાલમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.