UPSC Topper Ankita Jain and Vaishali Jain Success Story: UPSC સિવિલ સર્વિસ એક્ઝામને સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે અને આ માટે વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડે છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ સરળતાથી સફળતા મેળવી લે છે. આવી જ કહાની દિલ્હીના રહેવાસી અંકિતા જૈન અને તેમની બહેન વૈશાલી જૈનની છે, જેમણે એક નોટમાંથી અભ્યાસ કરીને IAS ઓફિસર (IAS Officer) બનવાનું સપનું પૂરું કર્યું.
અંકિતા જૈન અને તેમની નાની બહેન વૈશાલી જૈને એક સાથે અભ્યાસ કર્યો અને સાથે જ યુપીએસની પરીક્ષા (UPSC Exam) આપી હતી. બંને બહેનોને એકસાથે સફળતા મળી અને બંને IAS ઓફિસર બની ગઈ. સિવિલ સર્વિસ પરીક્ષા 2020માં અંકિતા જૈને ત્રીજું સ્થાન મેળવ્યું, જ્યારે વૈશાલી જૈનને 21મો રેન્ક મળ્યો.
બંને બહેનોએ એક જ નોટ્સથી કર્યો અભ્યાસ
ડીએનએના રિપોર્ટ મુજબ અંકિતા જૈન અને તેમની નાની બહેન વૈશાલી જૈને યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે એક જ નોટ્સથી અભ્યાસ કર્યો. આ સાથે જ અભ્યાસ દરમિયાન એકબીજાનો ઉત્સાહ વધાર્યો અને તૈયારીમાં મદદ કરી.
અંકિતા જૈનને ચોથા પ્રયાસમાં મળી સફળતા
12મા ધોરણ પછી અંકિતા જૈને દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં B.Tech ડિગ્રી મેળવી. આ પછી તેમને એક ખાનગી કંપનીમાં નોકરી મળી, પરંતુ થોડા સમય પછી તેમણે નોકરી છોડી દીધી અને UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી. જોકે, નોકરી છોડીને યુપીએસસીની પરીક્ષા પાસ કરવી તેમના માટે સરળ ન હતી. સખત મહેનત કરવા છતાં તેમને ચોથા પ્રયાસમાં સફળતા મળી અને સિવિલ સર્વિસનું સપનું પૂરું કર્યું.
બહેનની તૈયારીનો વૈશાલી જૈનને ફાયદો થયો
વૈશાલી જૈનને તેમની મોટી બહેન અંકિતા જૈનની તૈયારીનો ફાયદો મળ્યો અને તેઓ UPSC પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા. વૈશાલી જૈને અંકિતા જૈનની મદદથી તૈયારી કરીને સિવિલ સર્વિસ પરીક્ષા 2020 (CSE પરીક્ષા 2020)માં 21મો રેન્ક મેળવ્યો.