जन मन INDIA
slider news ટેકનોલોજી

HP Chromebook 11a લેપટૉપ ભારતમાં થયું લૉન્ચ, કિંમત 25000થી પણ ઓછી

પ્રમુખ લેપટૉપ, ડેસ્કટૉપ, પ્રિન્ટર અને લેપટૉપ નિર્માતા કંપની એચપીએ ભારતીય બજારમાં પોતાનું એક નવું લેપટૉપ લૉન્ચ કર્યું છે. HP Chromebook 11a એક બજેટ લેપટૉપ છે જેને ખાસકરીને સ્કૂલના બાળકો માટે રજૂ કરવામાં આવ્યું છે. HP Chromebook 11aમાં મીડિયાટેક MT8183નું ઑક્ટાકોર પ્રોસેસર છે અને તેનું વજન 1 કિલોગ્રામ છે.

લેપટૉપમાં વૉઈસ આસિસ્ટન્ટ ગુગલ આસિસ્ટન્ટનો સપોર્ટ છે. આ લેપટૉપની સાથે એક વર્ષ માટે મફતમાં ગુગલ વનનું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે જેમાં 100GB ક્લાઉડ સ્ટોરેજ મળશે. HP Chromebook 11aની કિંમત 21999 રૂપિયા છે અને તેને ઈન્ડિગો બ્લૂ કલરમાં ખરીદી શકાશે. તેનું વેચાણ ફ્લિપકાર્ટ પરથી એક્સક્લૂસિવ રીતે થઈ રહ્યું છે.

HP Chromebook 11aના સ્પેસિફિકેશન

HP Chromebook 11aમાં Chrome OS આપવામાં આવ્યું છે. સાથે જ ગુગલ પ્લે-સ્ટોરનો સપોર્ટ પણ છે. આ લેપટૉપમાં 11.6 ઈંચની એચડી ડીસ્પ્લે છે જેનું રિઝૉલ્યૂશન 1366×768 પિક્સલ છે જેનું બ્રાઈટનેસ 220 નિટ્સ છે.

લેપટૉપમાં મીડિયાટેક MT8183 પ્રોસેસર છે જે એક ઑક્ટાકોર પ્રોસેસર છે. તેમાં 4gb રેમની સાથે 64gbનું સ્ટોરેજ અને સાથે જ 100gb ગુગલ વનનું ક્લાઉડ સ્ટોરેજ મળશે. સ્ટોરેજને 256gb સુધી વધારી શકાશે.

એચપીના આ લેપટૉપમાં 37WHrની બેટરી છે જેને લઈ 16 કલાકના બેકએપનો દાવો કરવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે તેમાં usb ટાઈપ-એ અને ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં ઑડિયો જેક પણ છે. તેમાં બ્લૂટૂથ v5, વાઈ-ફાઈ 5 છે. તેમાં એચપી ટ્રુ વિઝન એચડી વેબકેમ પણ આપવામાં આવ્યો છે.

Related posts

ઇન્ડોનેશિયાઃ ભૂકંપથી જાવામાં 7 લોકોના મૃત્યુ, અનેક મકાનો અને ઇમારતોને નુકસાન

malay kotecha

શું તમે વધતા વજનથી પરેશાન છો, તો ફોલો કરો આ ટિપ્સ

ravi chaudhari

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

Leave a Comment