કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રૉને ચિંતા જરૂર વધારી છે. આ બધા વચ્ચે હવે ભારત લગભગ 31 દેશો સાથે હવાઈ યાત્રા શરૂ કરવા જઈ રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. તેના માટે ગાઈડલાઈન્સ બનાવવામાં આવી છે, જેમાં કોરોના ટેસ્ટથી લઈને અન્ય ચીજો સામેલ છે.
જ્યારે, વિદેશ યાત્રા કરવા માટે તમારે તમારા પાસપોર્ટને કોરોના વેક્સીન સર્ટિફિકેટ સાથે લિંક કરાવવો જરૂરી છે. જો તમે અત્યાર સુધીમાં આ નથી કરાવ્યું. તો ચાલો અમે તમને તેના વિશે જણાવીએ, જેથી તમે સમય રહેતા તેને કરાવી શકો.
સ્ટેપ 1
પાસપોર્ટને કોરોના વેક્સીન સર્ટિફિકેટ સાથે લિંક કરાવવા માટે તમારે સૌથી પહેલા કોવિનની સત્તાવાર વેબસાઈટ cowin.gov.in પર જવાનું છે, કારણ કે તેના દ્વારા તમે એ કરી શકો છો.
સ્ટેપ 2
એપને ખોલ્યા બાદ તમારે તેમાં લૉગિન કરવાનું છે, જેના માટે તમારે તમારો મોબાઈલ નંબર નોંધવાનો રહેશે અને તમારા નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી આવશે. તેનાથી તમે લૉગિન કરી શકો છો.
સ્ટેપ 3
હવે તમારે અહીં આપવામાં આવેલા વિકલ્પ Raise an issue પર ક્લિક કરવાનું છે અને પછી Add Passport details to my vaccination certificate વાળા ઑપ્શનને પસંદ કરવાનું છે.
સ્ટેપ 4
પછી તમારે અહીં તમારી તમામ જરૂરી જાણકારી જેમ-પાસપોર્ટ નંબર, નામ વગેરે જાણકારી ભરીને સબમિટ રિક્વેસ્ટવાળા બટન પર ક્લિક કરવાનું છે. હવે તમારા રજિસ્ટર્ડ નંબર પર મેસેજ આવી જશે અને તમે અહીંથી પાસપોર્ટ સાથે લિંક થયાવાળુ વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.