Home Remedy For Yellow Teeth: બદલાતી લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકોને પીળા દાંતની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં પીળા દાંતને સફેદ કરવા માટે કેટલીક ટિપ્સ છે. જો કે, કેટલાક લોકો ઘરેલું ઉપચાર અપનાવીને તેમના પીળા દાંતને સફેદ કરી શકે છે. જો તમને પણ પીળા દાંતને કારણે હસવામાં તકલીફ પડતી હોય અને લોકોની સામે મોં ખોલતા જ શરમ અનુભવાતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે એવી ટિપ્સ જણાવીશું, જેને અપનાવીને દાંત મોતીને જેમ ચમકવા લાગશે.
દરરોજ કરો બ્રશ
કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ બ્રશ કર્યા વગર ચા બિસ્કિટ ખાય લે છે, આવી સ્થિતિમાં દાંતમાં સડો થવા લાગે છે. તેથી તમારે હંમેશા ઉઠતાની સાથે જ બ્રશ કરવું જોઈએ. આનાથી તમારા દાંત પીળા નહીં થાય.
લવિંગના પાવડરથી પણ પીળા દાંત સફેદ થશે
લવિંગના પાવડરથી પણ પીળા દાંતને સફેદ કરી શકાય છે. આ માટે તમારે લવિંગ પાવડરને ઓલિવ ઓઈલમાં મિક્સ કરીને પીળા દાંત લગાવવા પડશે. તેનાથી મો માંથી આવતી દુર્ગંધ પણ ઓછી થાય છે અને બેક્ટેરિયા પણ ઓછા થાય છે.
લીંબુનો રસ પણ કરશે મદદ
શું તમે જાણો છો કે લીંબુનો રસ પણ તમારી મદદ કરી શકે છે. આ માટે તમારે લીંબુના રસમાં સરસવનું તેલ અને મીઠું મિક્સ કરીને પેસ્ટ બનાવવી પડશે. તેનાથી બ્રશ કરવાથી તમારા પીળા દાંત સફેદ થવા લાગશે.
સફરજનના વિનેગરથી પણ દાંત સફેદ થશે
એપલ સાઇડર વિનેગર પીળા દાંતને સફેદ કરવામાં મદદરૂપ છે. આ માટે તમારે એક કપ પાણીમાં અડધી ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરવું પડશે. આનાથી તમે ધીમે ધીમે બ્રશ કરી શકો છો. આમ કરવાથી તમારા દાંતની પીળાશ ઝડપથી દૂર થઈ જશે અને તમારા દાંત સુંદર અને ચમકદાર બનશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો.