અભિનેત્રી હિના ખાનના સમગ્ર પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી છે. આ સાથે જ હિના ખાને કેટલાક ફોટા પણ શેર કર્યા છે જે જોઈને તેના ચાહકો ખૂબ જ ચિંતિત બન્યા છે.
હિના ખાનનો આખો પરિવાર કોરોના સંક્રમિત છે. જેના કારણે હિનાએ ઘરમાં આખો દિવસ માસ્ક પહેરીને રહેવું પડે છે. જેથી તેના ચહેરા પર લાલ નિશાન બની ગયા છે. જેની તસ્વીર અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસ્વીરો જોઈને તેના ચાહકો ખૂબ જ ચિંતિત બન્યા છે.
હિનાએ તસ્વીરો શેર કરતા લખ્યું કે, કડવું સત્યઃ હાલના દિવસોમાં જીવન અને ઈન્સ્ટાગ્રામ બન્ને દ્રશ્યો એકસાથે સારી તસ્વીરો સાથે છે. પરંતુ જ્યારે તે 2020*2 (2022) છે તો મને લાગે છે કે વાસ્તવિકતા 2020 કરતા બમણી જોખમી છે. જ્યારે પરિવારમાં દરેક લોકો કોરોના સંક્રમિત હોય અને તમે જ નેગેટિવ છો તો તમારે માસ્ક અને સેનેટાઈઝરનો 24*7 ઉપયોગ કરવો પડે છે. આખા પરિવારનું ધ્યાન રાખવું પડે છે. અહીં મારા ચહેરા પર જે નિશાન છે તે 24*7 માસ્ક પહેરવાના કારણે છે.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે. જ્યારે જીવન ખૂદ એક અવરોધ બની જાય છે ત્યારે તમારે એક નિન્જા યોદ્ધા બનવું પડે છે. અથવા ઓછામાં ઓછો પ્રયત્ન કરવો પડે છે. અને આ પોસ્ટ માત્ર તમને કહેવા માટે છે કે પ્રયત્ન કરવો પૂરતો છે. ત્યારે ચાલો આપણે બધા સાથે આવવાનો પ્રયત્ન કરીએ, યુદ્ધના નિશાન દ્વારા, એક યોદ્ધાની માફક.. આ પણ વીતી જશે.