આજના સમયમાં દરેક લોકો ચેટિંગ માટે વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. સ્વાભાવિક છે કે તમે પણ તમારા મિત્રો અને પરિવાર સાથે વ્હોટ્સએપ દ્વારા વાતચીત કરી રહ્યા હશો. તમારા વ્હોટ્સએપમાં એવી ઘણી ચેટ હશે જેને તમે છુપાવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે તે ચેટ તમારા સિવાય જું કોઈ વાંચે નહીં.
તો આજે અમે તમને અહીં એક ખાસ યુક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે તમારી પ્રાઈવેટ ચેટને ડિલીટ કર્યા વિના છુપાવી શકશો. ત્યારે ચાલો જાણીએ વિગતવાર
એન્ડ્રોઈ યુઝર આ પ્રકારે છુપાવે ખાનગી ચેટ
જો તમે તમારી ખાનગી ચેટ છુપાવવા માંગતા હો, તો પહેલા વોટ્સએપ પર જાઓ
હવે તમે જે ચેટને છુપાવવા માંગો છો ત્યાં જાઓ, તેને થોડા સમય માટે તેને પ્રેસ કરી રાખો
તમે ટોચ પર આર્કાઈવ વિકલ્પ જોશો, તેના પર ક્લિક કરો
આમ કરવાની સાથે તમારી ખાનગી ચેટ આર્કાઈવ કરવામાં આવશે અને કોઈ તેને જોઈ શકશે નહીં
આ રીતે ખાનગી ચેટ પાછા લાવો
છુપાવેલી ચેટ પાછી લાવવા માટે વ્હોટ્સએપ ખોલો
પછી ચેટ સ્ક્રીનના તળિયે જાઓ
અહીં તમે આર્કાઈવનો વિકલ્પ જોશો. તેના પર ક્લિક કરો
લાંબા સમય સુધી પ્રેસ કરો, હવે તમે અન આર્કાઈવનો વિકલ્પ જોશો, તેના પર ક્લિક કરો
આ રીતે તમારી છુપાયેલી ચેટ પરત આવશે
વ્હોટ્સએપની અન્ય સુવિધાઓ
તમને જણાવી દઈએ કે, માર્ચમાં વ્હોટ્સએપે યુઝર માટે એક ખાસ સુવિધા રજૂ કરી હતી. જેનું નામ મ્યુટ વીડિયો છે. આ સુવિધા દ્વારા વપરાશકર્તાઓ વીડિયો મોકલતા પહેલા તેનો અવાજ મ્યુટ કરી શકશે. એટલે કે અન્ય યુઝરને વીડિયો મળે છે પણ તેમાં અવાજ આવશે નહીં.
આ પહેલા નવેમ્બર 2020માં વ્હોટ્સએપે યુઝર માટે એક સુવિધા રજૂ કરી હતી. જેમાં તમે મોકલેલા સંદેશા, ફોટા અને વીડિયો એક અઠવાડિયા પછી આપમેળે કાઢી નાખવામાં આવશે.