રાજ્યમાં અવાર નવાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા મહાપુરુષોની પ્રતિમા સાથે છેડછાડ તેમજ તેમની પ્રતિમાને ખંડિત કરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે.
ત્યારે વધુ એક વખત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે કેટલાક અસામાજિક તત્વો દ્વારા છેડછાડ કરવામાં આવી હોવાની ઘટના રાજકોટમાં સામે આવી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ત્રણ દરવાજા પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમા મુકવામાં આવેલી છે. આ પ્રતિમા સાથે કેટલાક ટીખળખોરો દ્વારા ચેડા કરવામાં આવ્યા હતા.
Advertisement
રાત્રિના સમયે ટીખળખોરો ગાંધી બાપુના ચશ્મા સાથે છેડછાડ કરી નાસી છૂટ્યા હતા. આ બનાવના પગલે ગાંધીવાદી લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ આ હરકત કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
Advertisement