લખતર તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદી ઝાપટું વરસતા લોકોને બફારામાંખી રાહત મળી હતી. લખતર તાલુકામાં ઘણા સમયથી વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધ્યું હતું. સાથે લખતર તાલુકામાં આ ચોમાસામાં યોગ્ય પ્રમાણમાં વરસાદ થયો નહોતો.
લખતર મામલતદાર કચેરીના ફ્લડ રૂમમાં નોંધાયેલા આંકડા મુજબ, લખતર તાલુકામાં 10 ઇંચ જેટલો જ વરસાદ સિઝનમાં નોંધાયો હતો. ખેડૂતોએ મોંઘભાવના બિયારણ લાવી વાવણી કરી હતી, પરંતુ વરસાદી સીઝનમાં યોગ્ય વરસાદ ન પડતા ખેડૂતો વરસાદને લઈને ચિંતિત થઈ ગયા હતા. લખતર તાલુકાના 42 ગામમાંથી મોટા ભાગના તળાવ ખાલી છે.
જાણવા મળતી વિગત મુજબ, લખતર તાલુકાના ગામના તળાવ નર્મદાના નીરથી ભરી દેવા માંગ ઉઠી છે, ત્યારે લખતર તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસતા લખતર તાલુકામાં થઈ રહેલા બફારામાં રાહત મળી હતી. સાથે જ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.
Advertisement
રિપોર્ટઃ વિજય જોષી, લખતર
Advertisement
Advertisement