ભાગતા-દોડતા ખાવાનું ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. ઘણીવાર આપણને ઘરના વડીલો બેસીને ખાવાની સલાહ આપે છે. આ સલાહ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે.
જણાવી દઈએ કે હરવા-ફરવા પર બ્લડ સર્કૂલેશન પ્રાકૃતિક રીતે આપણા હાથ પગ તરફ આપો આપ વળી જાય છે. આ દરમિયાન જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ, તો જે બ્લડની જરૂર આપણને પાચન તંત્રને હોય છે, તે આપણી બૉડીને પહોંચતું જ નથી.
આયુર્વેદમાં નીચે બેસીને ખાવા માટે આપવામાં આવ્યું છે તર્ક
આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે હંમેશા જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ. આયુર્વેજના આ તર્કની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. હકીકતમાં, બેસીને ખાવાનું ખાતી વખતે માંસપેશીઓ યોગ્ય સ્થિતિમાં હોય છે. જ્યારે બેસીને ખાવાનું ખાવાથી કેટલાક એક્યૂપ્રેશર બિંદુ એવા છે, જેના પર દબાણ પડવાથી આખા પાચન તંત્રનું બ્લડ સર્કુલેશન ઠીક થાય છે.
તદ્દપરાંત તમે જ્યારે ખાવાનું ખાઓ છો, તો તે સમયે તમારૂ સંપૂર્ણ ધ્યાન ફક્ત ભોજન પર જ હોવું જોઈએ. તેને જ માઈન્ડફુલ ઈટિંગ કહે છે. એવું ફક્ત આપણે બેસીને ભોજન કરતી વખતે જ કરી શકીએ છીએ. જમીન પર બેસીને ભોજન કરવાને સુખાસનની જેમ જોવામાં આવે છે. આ આસનમાં ખાવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ ફાયદાકારક છે. તેનાથી માનસિક તણાવ પણ દૂર થાય છે.
પાચન ક્રિયા થાય છે સારી
બેસીને ભોજન કરવાથી તમારી પાચન ક્રિયા ખુબ સારી રહે છે. તેનાથી મોટાપો, કબજિયાત, અપચો, એસિડિટી જેવી પેટની બીમારીઓ નથી થતી તેમજ મન પણ શાંત રહે છે. જ્યારે તમે જમીન પર બેસો છો તો તેના માટે તમારે ઘુંટણ વાળવા પડે છે.
તેનાથી તમારા ઘુંટણનો પણ વ્યાયમ થઈ જાય છે. આમ બેસવાથી હાડકામાં રહેલી હવા નિકળી જાય છે. તેનાથી ભોજન ઝડપથી પચી જાય છે, જેથી હ્રદયને ઓછી મહેનત કરવી પડે છે.
નોંધ- આ લેખ ફક્તા વાંચકોના રસને ધ્યાનમાં રાખીને તેમજ કેટલીક સામાન્ય જાણકારીઓના આધારે શેર કરવામાં આવ્યો છે, માટે કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફના નિવારણ માટે વિશેષજ્ઞની સલાહ લેવી જરૂરી છે.