જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં કરતા હોય છે. આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતા પણ યુવક-યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે. પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે.
એકવાર તમે તમારું વજન તો સરળતાથી ઓછું કરી શકશો પણ સૌથી વધુ જે સમસ્યા સર્જાય છે તે કમર અને પેટની આસપાસની ચરબીને દૂર કરવાની રહે છે. તમારું વધેલું વજન માત્ર રોગોને આમંત્રણ જ નથી આપતું પણ વ્યક્તિત્વને પણ બગાડે છે. જો તમે પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પીશો તો તે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ.
1 કાકડી, 1 ચમચી છીણેલું આદુ, 1 લીંબુનો રસ, 20 ગ્રામ ફુદીનાના પાન આ બધી સામગ્રીને મિક્સરમાં મિક્સ કરીને જ્યુસ બનાવો. ત્યારબાદ આ પાણીને 7 ગ્લાસ અને સ્વચ્છ પાણીમાં મિક્સ કરીને આખી રાત રાખો. પછી સવારે ઉઠીને આ પાણી પીવો. આ પાણી સાત દિવસ સુધી પીવાનું રાખો, આમ કરવાથી તમારી પેટની ચરબી ઓછી થતી જોવા મળશે. આ પાણી તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે, ચરબી ઓગળે છે, મેટાબોલિઝમ વધારે છે, પાચન સુધારે છે.
નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો.