અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે શ્રી સ્વામિનારાયણ મંદિરના આંગણે શ્રી હરિલીલામૃત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ હરિલીલામૃત કથા પારાયણનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ દરમિયાન ટીંબી ગામે હરિલીલામૃતની ભવ્ય પોથી યાત્રા પણ કાઢવામાં આવી હતી.
પોથી યાત્રા ગામની વિવિધ શેરીઓમાં ફરી હતી, આ દરમિયાન હરિભક્તો ડીજેના તાલે રાસ ગરબા પણ રમ્યા હતા.
Advertisement
તેમજ નિજ મંદિરે દર્શન કરી ભક્તોએ આરતીનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ સંતોના પ્રવચનનો પણ લ્હાવો લીધો હતો.
Advertisement