जन मन INDIA
slider news ધર્મ

Hanuman Jayanti 2021: હનુમાન જ્યંતીના દિવસે કરો આ મંત્રોનો જાપ, મળશે અણધાર્યું ફળ, જાણો શુભ મુહૂર્ત-પૂજા વિધિ

શ્રી રામ ભક્ત ભગવાન હનુમાનને કળયુગના દેવતા અને ભગવાન શિવના 11મા અવતાર માનવામાં આવ્યા છે. ભગવાન હનુમાન ઝડપથી પ્રસન્ન થનારા અને સંકટમોચન દેવતા છે.

જે ભક્તો સાચા મન અને ભાવથી બજરંગબલીની પૂજા-અર્ચના કરે છે, ભગવાન હનુમાન હંમેશા તેમના જીવનમાં આવનારી બાધાઓ અને સંકટને દૂર કરે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભક્તોએ રામાયણ, રામચરિત માનસનો અખંડ પાઠ, સુંદરકાંડનો પાઠ, હનુમાન ચાલીસા, બજરંગબાણ, હનુમાન બાહુક વગેરેનો પાઠ કરવો જોઈએ.

-વર્ષ 2021માં ક્યારે મનાવાશે હનુમાન જ્યંતી

હિન્દુ પંચાગના અનુસાર હનુમાન જ્યંતી પ્રત્યેક વર્ષ ચૈત્ર માહના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. આ વખતે હનુમાન જ્યંતી 27 એપ્રિલે મનાવવામાં આવશે. ચૈત્ર માહના શુક્લ પશ્રની પૂર્ણિમા તિથિ ઉપરાંત ઘણી જગ્યાઓ પર હનુમાન જ્યંતી કાર્તક માહમાં કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ મનાવવામાં આવે છે.

-હનુમાન જ્યંતી 2021 પૂજા મુહૂર્ત

પૂર્ણિમા તિથિ પ્રારંભ- 26 એપ્રિલ 2021ની બપોરે 12.44 વાગ્યાથી
સમાપન- 27 એપ્રિલ 2021ની રાત્રે 9.01 વાગ્યે

-પૂજાની વિધિ

ऊँ हनुमते नम:। કે અષ્ટાદશ મંત્ર ‘ॐ भगवते आन्जनेयाय महाबलाय स्वाहा।’નો જાપ કરવાથી દૈહિક, દૈવિક અને ભૌતિક તાપોમાંથી મુક્તિ મળે છે.
-પૂજામાં ચોલા ચઢાવવા, સુગન્ધિત તેલ અને સિંદૂર ચઢાવવાનું પણ વિધાન છે.
-રામચરિત માનસનો અખંડ પાઠ, સુંદરકાંડનો પાઠ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરેનો પાઠ કરો.

-કરો આ મંત્રોનો જાપ

હનુમાન જ્યંતીનો દિવસ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા ઘણું ફળ પ્રદાન કરે છે. આ દિવસે હનુમાનજીના પ્રિય મંત્રોથી પૂજા જરૂર કરવી જોઈએ. શાસ્ત્રોમાં હનુમાનજીના 8 પ્રકારના કલ્યાણકારી મંત્રો જણાવવામાં આવ્યા છે.

-હનુમાન સ્તુતિ મંત્ર

अतुलितबलधामं हेमशैलाभदेहम्.
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्.
सकलगुणनिधानं वानराणामधीशम्.
रघुपतिप्रियभक्तं वातजातं नमामि.

-હનુમાન સ્ત્રોત

अतुलितबलधामं हेमशैलाभदेहं
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम् .
सकलगुणनिधानं वानराणामधीशं.
रघुपतिप्रियभक्तं वातात्मजं नमामि.
यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकांजलिम.
वाष्पवारिपरिपूर्णालोचनं मारुतिं नमत राक्षसान्तकम्.

-સર્વ મનોરથ સિદ્ધિ મંત્ર

अंजनी के नन्द दुखः दण्ड को दूर करो सुमित को टेर पूजूं.
तेरे भुज दण्ड प्रचंड त्रिलोक में रखियो लाज मरियाद मेरी.
श्री रामचन्द्र वीर हनुमान शरण में तेरी.

-ભૂત-પ્રેત બાધાથી બચવા માટે

ॐ नमो हनुमते रुद्रावताराय पंचवदनाय दक्षिण मुखे.
कराल बदनाय नारसिंहाय सकल भूत प्रेत दमनाय. रामदूताय स्वाहा.

ॐ दक्षिणमुखाय पच्चमुख हनुमते करालबदनाय
नारसिंहाय ॐ हां हीं हूं हौं हः सकलभीतप्रेतदमनाय स्वाहाः.

-ભય નિવારણ માટે

अंजनी गर्भसम्भूताय कपीन्द्र सचिवोत्तम रामप्रिय नमस्तुभ्यं हनुमान रक्ष रक्ष सर्वदा.

-વશીકરણ મંત્ર

ॐ नमो हनुमते उर्ध्वमुखाय हयग्रीवाय रुं रुं रुं रुं रुं रूद्रमूर्तये प्रयोजन निर्वाहकाय स्वाहा.

-વ્યાપારમાં સફળતા માટે મંત્ર

जल खोलूं जल हल खोलूं खोलूं बंज व्यापार आवे धन अपार.

फुरो मंत्र ईश्वरोवाचा हनुमत वचन जुग जुग सांचा.

-હનુમાન મંત્ર

ॐ मनोजवं मारुततुल्य वेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं
वातात्मजं वानर युथमुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये .

Related posts

ડાયાબિટીસના દર્દીઓએ આ 5 ચીજોનું સેવન કરવું, શુગર લેવલ રહેશે નિયંત્રિત

madhuri rathod

સૌથી ઝડપી ચાર્જ થશે આ સ્માર્ટફોન, એપ્રિલના અંતમાં થશે ભારતમાં લોન્ચ

madhuri rathod

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

Leave a Comment