ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમથી આઝાદી- આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત સાયબર અંગે લોકજાગૃતિ લાવવાના હેતુસર આવતીકાલે ગાંધીનગર ખાતે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને ‘સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા’ વિષય પર કાર્યક્રમ યોજાશે.
ડિજિટલ ક્રાંતિના યુગમાં અગ્રેસર ગુજરાતમાં સાયબર ક્રાઇમ રોકવા તથા ગુનેગારો વિરુદ્ધ ઝડપી કાનૂની કાર્યવાહી કરવાના સંકલ્પ સાથે તા.10 જૂન-2022ના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સવારે 09-00 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા ખાસ ઉપસ્થિત રહેશે તેમ CID ક્રાઇમ અને રેલ્વેઝના પોલીસ મહાનિર્દેશક ટી.એસ. બિષ્ટની યાદીમાં જણાવાયું છે.
Advertisement
Advertisement